
વિજાપુર આર.આર.એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજમાં સંસ્કૃત વિભાગ દ્વારા વ્યાખ્યાન યોજાયું
અષાઢના પ્રથમ દિવસે ‘મેઘદૂત’ની કાવ્યસૃષ્ટિનો પરિચય
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર: શ્રીમતી આર.આર.એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજ, વિજાપુરના સંસ્કૃત વિભાગ દ્વારા અષાઢના પ્રથમ દિવસની અનોખી ઉજવણી નિમિત્તે ‘મેઘદૂત’ વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલે મહાકવિ કાલિદાસ રચિત અમર ખંડકાવ્ય **’મેઘદૂત’**નો ઐતિહાસિક, સાહિત્યિક અને કાવ્યાત્મક પરિચય આપતાં તેની વિશેષતાઓ પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ પ્રો. ડૉ. જાગૃતિબેન પટેલે ‘મેઘદૂત’ના આધારે મહાકવિ કાલિદાસની કાવ્યકલા, પ્રકૃતિવર્ણન, અલંકાર સૌંદર્ય અને સંસ્કૃત સાહિત્યમાં તેના અવિસ્મરણીય સ્થાન અંગે રસપ્રદ ચર્ચા કરી હતી.
કાર્યક્રમનું સંચાલન પણ પ્રો. ડૉ. જાગૃતિબેન પટેલે કર્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ‘મેઘદૂત’ જેવા અમર સાહિત્યના અભ્યાસ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત સાહિત્યના ગૌરવને નજીકથી જાણવાની તક મેળવી હતી. સમગ્ર કાર્યક્રમ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી રહ્યો હતો




