થરા કોલેજમાં “અષાઢસ્ય પ્રથમ દિવસે” કાર્યક્રમની ઉજવણી કરાઈ
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં ૧૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ સંસ્કૃત વિભાગ દ્વારા "'અષાઢસ્ય પ્રથમ દિવસે'" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

થરા કોલેજમાં “અષાઢસ્ય પ્રથમ દિવસે” કાર્યક્રમની ઉજવણી કરાઈ
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં ૧૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ સંસ્કૃત વિભાગ દ્વારા “‘અષાઢસ્ય પ્રથમ દિવસે'” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રકૃતિ પ્રેમી કાર્યક્રમનો પ્રારંભ શ્લોક ગાન અને માં સરસ્વતી વંદનાથી કરવામાં આવ્યો હતો. કોલેજના પ્રિ.ડો.દિનેશકુમાર ચારણે અધ્યક્ષિય પ્રવચનમાં મહા કવિ કાલિદાસની જીવન જરમર,સાહિત્યિક કૃતિઓ તથા પ્રકૃતિ જગતને કેન્દ્રમાં રાખી જ્ઞાન-વિજ્ઞાન સભર પ્રેરક મર્મસ્પર્શી દ્રષ્ટિવંત પ્રવચન આપ્યું હતું.પ્રા.ડો. આર.આર.રોહિત, પ્રા.મધુબેન પી.પરમારે કાલિદાસના જન્મ, કર્મ અને ઋતુસંહાર તથા મેઘદૂત જેવા ખંડ કાવ્યોને કેન્દ્ર માં રાખી ભારતીય સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતું પ્રેરક પ્રવચન આપ્યું હતું.કાર્યક્રમમાં સમગ્ર અધ્યાપક ગણ અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રા. મધુબેન પી.પરમારે કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530



