WAKANER:વાંકાનેર ચિત્રાખડા ગામે સરકારી જમીન પર એસ.ઓ.જી.નો સપાટો: ૮૦ લાખની મશીનરી અને ૮૫૦ મેટ્રિક ટન ખનીજ જપ્ત

WAKANER:વાંકાનેર ચિત્રાખડા ગામે સરકારી જમીન પર એસ.ઓ.જી.નો સપાટો: ૮૦ લાખની મશીનરી અને ૮૫૦ મેટ્રિક ટન ખનીજ જપ્ત
સરહદી રેન્જ ભુજ (કચ્છ) ના પોલીસ મહાનિરીક્ષકશ્રી અને મોરબી પોલીસ અધીક્ષકશ્રી દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને સંગ્રહ કરતા ખનીજ માફિયાઓ સામે કડક પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે. આ સૂચનાના આધારે એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. ગોહિલ અને તેમની ટીમ વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.
પેટ્રોલિંગ દરમિયાન એસ.ઓ.જી. ટીમને ચિત્રાખડા ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ખનીજનો સંગ્રહ થતો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. પોલીસે સ્થળ પર દરોડો પાડીને ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપી પાડી હતી.
સરકારી જમીન પર કબ્જો જમાવી ગેરકાયદેસર ખનીજનો સંગ્રહ કરનાર બે ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે:દાનાભાઇ બાલુભાઇ ડાભી (રહે. વર્માધાર, તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગર) અમૃતભાઇ માધાભાઇ કેરાળીયા (રહે. ઉન્ડવી – રાણીપાટ, તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગર)
કબ્જે કરવામાં આવેલો મુદ્દામાલ: પોલીસે ઘટનાસ્થળેથી નીચે મુજબનો કિંમતી મુદ્દામાલ જપ્ત કર્યો છે:૧ડમ્પર (રજી.નં- GJ-13-AX-7234)₹ ૩૦,૦૦,૦૦૦/-
૨ટાટા કંપનીનું હિટાચી મશીન (સીરીયલ નં- SP21-46360)₹ ૫૦,૦૦,૦૦૦/- ગેરકાયદેસર શંકાસ્પદ કોલસો તેમજ ફાયર ક્લેનો જથ્થોઆશરે ૮૫૦ મેટ્રીક ટન મોરબી એસ.ઓ.જી. ટીમે આ સમગ્ર ગેરકાયદેસર જથ્થો અને વાહનો કબ્જે કરી, ખનીજ માફિયાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે આગળની તપાસ ખાણ ખનીજ વિભાગને સોંપી દીધી છે.







