GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પ્રોહિબિશનના ગુનામાં દોઢ વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

 

MORBI:મોરબી પ્રોહિબિશનના ગુનામાં દોઢ વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

 

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું કડક પાલન કરાવવા માટે પોલીસ એક્શન મોડમાં છે, ત્યારે મોરબી પોલીસને એક મોટી સફળતા મળી છે. મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને પેરોલ-ફર્લો સ્કવોડની સંયુક્ત ટીમે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડને એક સંયુક્ત ખાનગી બાતમી મળી હતી કે, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(ઇ) અને 81 હેઠળ નોંધાયેલા ગુનાનો વોન્ટેડ આરોપી હરેશકુમાર રવજીભાઈ ઝાપડીયા હાલ રાજકોટના કુવાડવા ચોકડી પાસે આવેલી માધવ હોટલ નજીક ઊભો છે.

આરોપીની વિગત: હરેશકુમાર રવજીભાઈ ઝાપડીયા (હાલ રહે. શિવધારા સોસાયટી, કુવાડવા, રાજકોટ | મૂળ રહે. નાળીયેરી, તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર) બાતમી મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને કુવાડવા ચોકડી પાસે વોચ ગોઠવીને આરોપીને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો.પકડાયેલા આરોપીને મોરબી એલસીબી કચેરી ખાતે લાવીને સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી હરેશકુમારે કબૂલાત કરી હતી કે તે આ પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી પકડાવવાની બીકે પોલીસથી નાસતો-ફરતો હતો.એલસીબી પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની અટકાયતી કાર્યવાહી પૂર્ણ કરી છે. આ કેસની વધુ તપાસ અને આગળની કાયદાકીય કાર્યવાહી માટે આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!