MORBI:મોરબીમાં માનવતા શરમાઈ: ઊંચી માંડલ ગામ નજીક ગાય સાથે અશ્લીલ કૃત્ય કરનાર વિકૃત શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ

MORBI:મોરબીમાં માનવતા શરમાઈ: ઊંચી માંડલ ગામ નજીક ગાય સાથે અશ્લીલ કૃત્ય કરનાર વિકૃત શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ
ગુજરાતમાં પશુઓ પ્રત્યે ક્રૂરતા અને વિકૃત માનસિકતા દર્શાવતો એક ચોંકાવનારો અને કળિયુગને પણ શરમાવે તેવો કિસ્સો મોરબી તાલુકામાંથી સામે આવ્યો છે. અહીંના ઊંચી માંડલ ગામ નજીક જાહેરમાં ગાય માતા સાથે અશ્લીલ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય (સંભોગ) કરવાનો પ્રયાસ કરનારા એક વિકૃત શખ્સ વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબીના સામાકાંઠે આવેલી મહેન્દ્રનગર પ્રભુકૃપા ટાઉનશિપમાં રહેતા સંદીપભાઈ રમેશભાઈ પારેજીયાએ આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. તેમણે મૂળ રાજસ્થાનના વતની એવા આરોપી કૈલાસ દોલારામ ગામેતી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મોરબીના ઉંચી માંડલ ગામ પાસે આવેલી બાપા સિતારામ હોટલ નજીક આરોપી કૈલાસ ગામેતીએ એક ગાયનું પૂંછડું પકડીને તેને જોરથી મરડી નાખ્યું હતું. ગાયને અસહ્ય પીડા થાય તે રીતે તેને ખેંચીને બાજુમાં આવેલા એક ઊંચા ઓટલા પાસે લઈ ગયો હતો. ત્યારબાદ આ વિકૃત શખ્સે ઓટલા ઉપર ચડીને જાહેરમાં ગાય સાથે સંભોગ કરવાની કોશિશ કરી હતી અને સૃષ્ટિ વિરૂદ્ધનું અશ્લીલ કૃત્ય આચર્યું હતું.
જાહેરમાં પશુ પ્રત્યે આવી ક્રૂરતા અને વિકૃતિ દાખવનાર આરોપી સામે સંદીપભાઈએ હિંમત દાખવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગંભીર મામલાને ધ્યાને લઈ આરોપી વિરૂદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુન્હો નોંધી તેની અટકાયત કરવા તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







