GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના કડિયાણા ગામની સીમમાંથી જુગાર રમતા ૫ શખ્સો ઝડપાયા

 

HALVAD:હળવદના કડિયાણા ગામની સીમમાંથી જુગાર રમતા ૫ શખ્સો ઝડપાયા

 

હળવદ તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે કડિયાણા ગામની સીમમાં રેઇડ પાડીને જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂા. ૫૭,૬૦૦/- ની રોકડ રકમનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, હળવદ તાલુકા પોલીસ સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે કડિયાણા ગામની સીમમાંથી પાંડાતીરથ ગામ તરફ જવાના રસ્તે આવેલા ક્રિકેટના મેદાનમાં કેટલાક ઇસમો એકઠા થઈને જાહેરમાં હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો.

પોલીસ રેઇડ દરમિયાન જુગાર રમતા નીચે મુજબના પાંચ શખ્સો ઝડપાયા હતા:કરશનભાઇ વાઘજીભાઈ ઉડેચા (રહે. નવું કડિયાણા, તા. હળવદ) રાયમલભાઇ શેલાભાઈ ઠુંગા (રહે. કડિયાણા, તા. હળવદ) બીપીનભાઇ જગદીશભાઈ માકાસણા (રહે. ચરાડવા, તા. હળવદ) ભુપતભાઈ ચતુરભાઈ માકાસણા (રહે. ચરાડવા, તા. હળવદ) ભવાનભાઈ વિરમભાઇ સરૈયા (રહે. દેવીપુર, તા. હળવદ) પોલીસે તમામ પાંચેય આરોપીઓ પાસેથી જુગારના સાહિત્ય તેમજ રોકડા રૂા. ૫૭,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે હળવદ પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!