GANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARATMORBIMORBI CITY / TALUKO

SUREDRANAGAR:સલામ છે આવી ખાખીને! | સુરેન્દ્રનગર SPએ દીકરીઓની સ્કૂલ ફી ભરી અને વ્યાજખોરો-લુખ્ખાઓના ચંગુલમાંથી ગરીબોને છોડાવ્યા

 

SUREDRANAGAR:સલામ છે આવી ખાખીને! | સુરેન્દ્રનગર SPએ દીકરીઓની સ્કૂલ ફી ભરી અને વ્યાજખોરો-લુખ્ખાઓના ચંગુલમાંથી ગરીબોને છોડાવ્યા

 

સુરેન્દ્રનગર એસ.પી.પ્રેમસુખ ડેલુ ની આ કામગીરીને સલામ.આર્થિક તંગીથી ત્રસ્ત પરિવારની ત્રણ દીકરીઓની શાળા ફી SPએ પોતાના પગારમાંથી જમા કરાવી

એક કંદોઇના ૭ વર્ષથી બે જગ્યાએ ફસાયેલા રૂ. ૮.૫ લાખ માત્ર ૩ દિવસમાં પોલીસે પરત અપાવ્યા

ઝાલાવાડમાં એસપી તરીકે પ્રેમસુખ ડેલુ આવ્યા બાદ જિલ્લામાં પોલીસની કામગીરીમાં પણ બદલાવ લાવી દીધો છે. ત્યારે દરરોજ એસપી ૩૦-૪૦ પીડીત લોકોને રૂબરૂ સાંભળી સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરી રહયા છે. ત્યારે વ્યાજખોરી, દબાણ કે ધમકી સહિતની ફરીયાદની સાથે એવી પણ મહિલાઓ આવે છે કે જેમના પતિની કે પરીવારના અંગત કારણસર દીકરીઓની સ્કૂલ ફી પણ ભરી શકાતી નથી. ત્યારે વઢવાણના વિજયાબેન પોતાની દીકરીને લઇ આવી આપવીતી જણાવતા એસ.પી.ડેલુએ સ્કૂલમાં ફોન કરી સીધી દીકરીની ૬ હજાર ફી પોતે ભરી દીધી હતી.એવી જ બે દીકરીઓ માનસ મકવાણા અને ગોપી મકવાણાને લઈને પોતાની માતા અને દાદી એસ.પી. પાસે પહોંચી પતિ હાજર નહી હોવાથી દીકરીઓની ફી

નહી ભરી શકતા હોવાનું સાંભળતાની સાથે જ એસ.પી. ડેલુએ પોતાના પગારમાંથી બંને દીકરીઓની અંકુર વિધ્યાલયમાં ૨૧ હજાર રૂપીયાની ફી ભરી દેતા માતાની આંખમાંથી હર્ષના આસુ સરી પડયા હતા.બીજી તરફ સુરેન્દ્રનગરના કંદોઈ દીપકભાઈ શેઠ કે જેઓ મોટા ઉદ્યોગપતિ સાથે ગાંઠીયા બનાવવા ૬૫ દેશમાં ફરી આવ્યા છે એમના ૮.૫ લાખ રૂપીયા સુરેન્દ્રનગર અને લીંબડીના બે શખ્સો પાસે ફસાયેલા હતા.તેઓએ એસ.પી.પાસે આવી પોતાની આપવીતિ જણાવતા તાત્કાલીક જ બંને જગ્યાએથી ફસાયેલા નાણા મળી જતા કંદોઈએ રૂબરૂ એસ.પી.ને મળી આભાર વ્યકત કર્યો હતો.આમ એસ.પી.પ્રેમસુખ ડેલુ દ્વારા જરૂરીયાતમંદ દીકરીઓની સ્કૂલ ફી ભરવાની વ્યાજખોરોની ચૂંગાલમાં કે લુખ્ખાના ચકકરમાં ફસાયેલાને આગવી ઢબથી મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સુત્ર સાર્થક કર્યું હતું. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જણાવેલ કે દરરોજ ૩૦-૪૦ લોકો રજૂઆત લઇને આવે છે. તેઓને સીધો હું જ સાંભળુ છું અને તાત્કાલિક અરજદાર વ્યક્તિની સમસ્યાનો ઉકેલ આવે એવા હંમેશા પ્રયત્ન કરૂ છું.

 

Back to top button
error: Content is protected !!