BANASKANTHAGUJARATPALANPUR

બીઆરસી ભવન જગાણા ખાતે પર્યાવરણની ત્રિદિવસીય તાલીમ યોજાઈ

16 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બીઆરસી ભવન જગાણા ખાતે પાલનપુર તાલુકાના ધોરણ ત્રણ થી પાંચના શિક્ષકોની તાલીમ તારીખ તેરમી જુલાઈથી પંદરમી જુલાઈ સુધી યોજાઈ. જેમાં નવીન પાઠય પુસ્તક વિશે ચર્ચા કરવામાં આવી. જુદી જુદી પેડાગોજી અને પાઠયપુસ્તકમાં થયેલ બદલાવ વિશે ચર્ચા કરવામાં આવી. ડાયટમાંથી ડૉ. વર્ષાબેન પ્રજાપતિ દ્વારા મુલાકાત લેવામાં આવી. તેમના તરફથી સરસ જીવંત ઉદાહરણો દ્વારા સમજ આપવામાં આવી. પોતાની પર્યાવરણને લગતી સ્વરચિત રચના રજૂ કરી હતી.સાથે બીઆરસી કો શ્રી જીગ્નેશભાઈ સણોદરીયા હાજર રહ્યા. શિક્ષકોના ભાઈ બહેનોના ગૃપ દ્વારા સરસ પ્રવૃત્તિઓ કરી તેને તાલીમમાં રજૂ કરવામાં આવી. રમતો, બાળગીતો, વાર્તાઓ, આનંદ મેળો, જુદા જુદા સ્વાદ, વનસ્પતિ, માટીની વસ્તુઓ, તેમજ અનેક પ્રકારની માહિતી આપવામાં આવી. તજજ્ઞ તરીકે શ્રી પંકજભાઈ ગોસ્વામી, શ્રઘ્ધાબેન પટેલ, મુકેશભાઈ પ્રજાપતિ અને રામજીભાઈ રોટાતર હતા. દિપ્તીબેન ગોસ્વામી, શ્રઘ્ધાબેન પટેલ, મુકેશભાઈ પ્રજાપતિ, પંકજ ગોસ્વામી આનંદમેળામાં જુદા જુદા પાત્રો ભજવ્યા. તાલીમમાં સ્વેરછાએ પ્રાર્થના, ભજન, ધૂન, ચિંતન શિક્ષક ભાઈ બહેનો દ્વારા રજૂ કરવામાં આવ્યા.

Back to top button
error: Content is protected !!