“સાયબર ક્રાઈમ સામે સાવધાન: ગુરુકુળ વિદ્યામંદિરમાં પોલીસ સાયબર સેલનો જાગૃતિ સેમિનાર”

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ ખાતે આવેલ ગુરુકુળ વિદ્યામંદિર ના વિદ્યાર્થીઓની સાથે વાવ થરાદ જિલ્લા પોલીસની સાયબર સેલ ટીમ દ્વારા સાઇબર ફ્રોડના બનાવો બનતા અટકાવવા સાયબર ક્રાઈમ લોકજાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો. આ પ્રસંગે સાયબર સેલ થરાદના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવા એ ફાઇનાન્સિયલ ફ્રોડ તથા સોશિયલ મીડિયામાં શું શું તકેદારી રાખવી તેની વિસ્તૃત માહિતી આપી. બેંક એટીએમ ફ્રોડ, ઓનલાઇન શોપિંગ, ગેમિંગ, સ્ટોક માર્કેટ ટ્રેડિંગ, ઇન્વેસ્ટમેન્ટ, ન્યુડ વિડિયો કોલ, લોન એપ, એપીકે ફાઈલ વોટ્સએપ તકેદારી, ફેસબુક ઇન્સ્ટા પ્રાઇવેસી, સોશિયલ મીડિયા પાસવર્ડ તેમજ વિદ્યાર્થીઓએ કેવી રીતે મોબાઈલ નો ઉપયોગ કરવો એ બાબતે ગમ્મત સાથે જ્ઞાન મળે એવું સુંદર પ્રેઝન્ટેશન સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું. તદુપરાંત આ કાર્યક્રમમાં 181 મહિલા અભયમ હેલ્પલાઇન માંથી કાઉન્સેલર બિનલબેન વણકરે મહિલાઓની જાતીય સતામણી, શારીરિક છેડછાડ તેમજ મહિલા સુરક્ષા માટે હેલ્પલાઈન નંબર 181 વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું.





