
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસાના ઇતિહાસમાં સૌપ્રથમ બે રથયાત્રા, બાલકદાસ મંદિર અને ઈસ્કોન મંદિરથી જગન્નાથજીની નગર ચર્યા
મોડાસામાં 8 km રથયાત્રા, જગતના નાથ જગના દર્શનાર્થે નીકળ્યા,અસહ્ય બફારા અને ગરમીમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ
યાત્રાધામ શામળાજી,ધનસુરા ભવ્ય રથયાત્રા *જગન્નાથજી ભગવાન ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી મોડાસામાં ભવ્ય રથયાત્રા નીકળી *અખાડાના કરતબો થી નગરજનો દંગ બન્યા *અસહ્ય બફારા અને ગરમીમાં ભક્તોમાં જોમ યથાવત *ઠેર ઠેર અગ્રણીઓએ રથયાત્રાનું સ્વાગત કર્યું
અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં ભગવાન જગન્નાથ યાત્રાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.44મી રથયાત્રા મોડાસા શહેરના માર્ગો પર દબદબાભેર નીકળી હતી ભગવાન બાલકદાસજી ના નિજમંદિરે થી નીકળેલી રથયાત્રામાં ભજન મંડળીઓ બેન્ડવાજા,ઢોલી,અખાડાના કરતબો અને આકર્ષણ જમાવ્યું હતું મુસ્લિમ સમાજના બિરાદરોએ ચાર રસ્તા પહોંચેલી શોભયાત્રાનું ભવ્ય સ્વાગત કરતા કોમી એકતાના દર્શન થયા હતા મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા ઈસ્કોન મંદિરથી જગતના નાથ નગર ચર્ચાએ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર પરિસરમાં રથયાત્રા નીકળતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા ધનસુરામાં જગનના નાથ ભજન કીર્તન સાથે નીકળતા દર્શનાર્થીઓ દર્શનનો લ્હાવો લીધો હતો ધનસુરામાં રથયાત્રામાં માનવમહેરામણ ઉમટ્યું હતું જીલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો રથયાત્રા ઉત્સવ સમિતિએ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપ્પન થતા ભક્તોનો આભાર વ્યક્ત કાર્યો હતો
અરવલ્લી જીલ્લામાં “હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી” જયઘોષથી સમગ્ર જીલ્લામાં ભક્તિમય માહોલ સર્જાયો હતો મોડાસા શહેરમાં રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા અને શ્રદ્ધાળુઓ દ્વારા 44મી રથયાત્રામાં ભગવાન જગન્નાથને રથમાં બેસાડીને શોભયાત્રા નીકળવામાં આવી હતી મોડાસા શહેરની શેરીએ શેરીએ જગતના નાથ જગન્નાથ જગના દર્શનાર્થે નીકળતા દર્શનનો લ્હાવો લેવા શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા ચાર રસ્તામાં મુસ્લિમ બિરાદરોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું સમગ્ર રૂટ પર વિવિધ સમાજ દ્વારા રથયાત્રામાં જોડાયેલા ભક્તો માટે લીંબુ સરબત,ચા પાણી,નાસ્તો,મિનરલ વોટર,છાસ,ગ્લુકોઝ બિસ્કિટ વ્યવસ્થા કરવામાં આવી હતી
મોડાસા શહેરના બાલકદાસજી મંદિરેથી યોજાતી જગન્નાથજીની રથયાત્રાને લઇને દર્શન કરવા માટે અરવલ્લી જિલ્લા પોલીસવડા મનોજસિંહ જાડેજા,મામલતદાર ગોપી બેન,ધારાસભ્ય ભીખુસિંહ પરમાર,મેયર જયશ્રી બેન પટેલ , નગરપાલિકાના કોર્પોરેટરો,ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ જગતનના નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જીલ્લા પોલીસવડા,ઉમિયાધામના મહંત વિષ્ણુ પ્રસાદ,ગારૂડીધામના ચેતન ભુવાજી અને રથયાત્રા ઉત્સવ સમિતિના હોદ્દેદારોએ રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. રથયાત્રા પહેલા મંદિર પરિસરમાં ફરી હતી મોડાસા ચાર રસ્તા રથયાત્રા પહોંચતા શહેરના અગ્રણીઓ સહીતમોટી સંખ્યામાં નગરજનો અને જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા ભગવાન જગન્નાથ ના દર્શન કરી “જય રણછોડ માખણ ચોર” ના નારા ગુંજી ઉઠ્યા હતા ભક્તોએ મગ અને જાંબુનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી
: – રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, શું કહ્યું SP મનોહરસિંહ જાડેજાએ
અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનહરસિંહ જાડેજાએ મોડાસા ખાતે આયોજિત થનાર રથયાત્રાની મુલાકાત કરી હતી અને દર્શન કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે બોડીવોર્ન કેમેરા સહિત ટીમ તૈનાત કરવામાં આવી છે.આ વર્ષે રથયાત્રામાં પ્રાઈવેટ સીસીટીવીનું જોડાણ પણ કરવામાં આવ્યું છે અને રથયાત્રા નું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં યોજાનારી રથયાત્રાને લઈને 500 થી વધારે પોલીસ કર્મચારી અને જવાનું નો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આ રથયાત્રામાં ચાર ડીવાયએસપી, PI, PSI સહિત SOG, LCB સહિતની ટીમ પણ બંદોબસ્તમાં જોડાઈ છે..





