
ફૈઝ ખત્રી…શિનોર
અખિલ ભારતીય સ્વર્ણકાર વેલફેર એસોસિએશનની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં આગામી ૩ વર્ષ (૨૦૨૬-૨૮) ના કાર્યકાળ માટે સંગઠનના નવા પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં મૂળ શિનોર અને વડોદરા સ્થાયી થયેલ રમત શિક્ષણ અગ્રણી ડૉ. જતિન સોનીની ઉચ્ચ સ્તરે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ (National Vice President) તરીકે વરણી થતાં સમગ્ર ગુજરાતના સ્વર્ણકાર સમાજમાં આનંદની લાગણી છવાઈ છે અને સમાજનું ગૌરવ વધ્યું છે.
આ સાથે જ સંગઠનને રાજ્ય સ્તરે મજબૂત કરવા માટે ગુજરાત પ્રદેશના મુખ્ય પદોની પણ જાહેરાત કરવામાં આવી છે:
* ગુજરાત પ્રદેશ અધ્યક્ષ: શ્રી મિનેશ માણેકલાલ ઉંડાવિયા
* ગુજરાત પ્રદેશ મહાસચિવ: શ્રી યતિન સોની (અમદાવાદ)
નવનિયુક્ત પદાધિકારીઓ આગામી સમયમાં સંસ્થાના નવા સત્તાવાર બેનર હેઠળ ગુજરાત રાજ્યમાં સામાજિક સુધારા, શિક્ષણ અને સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવશે.




