ANANDANAND CITY / TALUKO

આણંદ ઘટક-૩ માં કુપોષિત બાળકો અને સગર્ભા માતાઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો

આણંદ ઘટક-૩ માં કુપોષિત બાળકો અને સગર્ભા માતાઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો

 

તાહિર મેમણ – આણંદ – 16/07/2026 – આણંદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તેજલ બેનના માર્ગદર્શન હેઠળ આણંદ ઘટક-૩ ના સેજો-આણંદ ૨ ખાતે બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓના સ્વાસ્થ્યના હિતાર્થે આરોગ્ય તપાસ અને મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ખાસ કરીને અતિ કુપોષિત, મધ્યમ કુપોષિત તેમજ અતિ ઓછા વજન અને ઓછા વજન ધરાવતા બાળકોની આરોગ્ય સ્થિતિની સમીક્ષા કરી તેમને યોગ્ય સારવાર પૂરી પાડવાનો હતો. આ શિબિરમાં આધુનિક તબીબી પદ્ધતિઓ દ્વારા લાભાર્થીઓની તપાસ કરી તેમને પોષણક્ષમ આહાર અને સ્વાસ્થ્ય જાળવણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

આ સમયે આણંદ-૨ સેજા હેઠળ આવતા આંગણવાડી કેન્દ્રોના કુલ ૪૧ લાભાર્થીઓ, જેમાં કુપોષિત બાળકો અને કિશોરીઓનો સમાવેશ થાય છે, તેમની તબીબી તપાસ હાથ ધરવામાં આવી હતી.

 

આરોગ્ય તપાસના અંતે નિષ્ણાત ડોક્ટરોની સલાહ મુજબ તમામ જરૂરિયાતમંદ બાળકો અને મહિલાઓને હોમિયોપેથીક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્તરે કુપોષણ નાબૂદી અને માતૃ-બાળ કલ્યાણના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે આ પ્રકારના કેમ્પ ખૂબ જ અસરકારક સાબિત થાય છે તેમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરએ જણાવ્યું હતું.

 

આ મેડિકલ કેમ્પમાં ડૉ. વી.એચ. દવે હોમિયોપેથી હોસ્પિટલના નિષ્ણાત તબીબો અને તેમની ટીમે સેવાઓ આપી હતી. આ કાર્યક્રમમાં આણંદના બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્યસેવિકા તેમજ આંગણવાડી કાર્યકરો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!