પેટલાદના આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોના ઉત્કર્ષ માટે 05 સ્માર્ટ T.V. ભેટ આપવામાં આવ્યા

પેટલાદના આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોના ઉત્કર્ષ માટે 05 સ્માર્ટ T.V. ભેટ આપવામાં આવ્યા

તાહિર મેમણ – આણંદ – 31/08/2026 – આણંદ – આણંદ જિલ્લાના પેટલાદ 1/2 ઘટક હેઠળ આવેલ જોષી ની ચાલી આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોને આધુનિક અને ડિજિટલ શિક્ષણ મળી રહે તે હેતુથી 05 સ્માર્ટ T.V.નો લોકાર્પણ કાર્યક્રમ પેટલાદ નગરપાલિકાના પ્રમુખશ્રી કોકીલાબેન તળપદાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
આ સુવિધા નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલના પ્રયત્નોથી શક્ય બની છે. બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ Humankind NGO તથા વિદ્યાનગર સ્થિત ROTOMAG ENERTEC LTD દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રો માટે કુલ 05 સ્માર્ટ T.V. ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા છે.
આ પ્રસંગે પેટલાદ નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી મનીષભાઈ શાહ તથા વિવિધ વોર્ડના કાઉન્સિલર સભ્યશ્રીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રમુખશ્રી અને અન્ય મહાનુભાવોએ આંગણવાડીના નાના બાળકો સાથે વાર્તાલાપ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા અને દાતા સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આંગણવાડીમાં 05 સ્માર્ટ T.V. ઉપલબ્ધ થવાથી હવે ભૂલકાંઓને ઓડિયો-વિઝ્યુઅલના માધ્યમથી રમત-ગમત સાથે શિક્ષણ આપવું વધુ સરળ બનશે.



