સુરેન્દ્રનગર જિલ્લાની આંગણવાડીઓમાં THR અને મિલેટ્સની પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન યોજાયું.
કુપોષણ નાબૂદીના સંકલ્પ સાથે સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતિમાં માતાઓ અને કિશોરીઓને પોષણ મૂલ્યો અંગે અપાયું માર્ગદર્શન

તા.17/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
કુપોષણ નાબૂદીના સંકલ્પ સાથે સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતિમાં માતાઓ અને કિશોરીઓને પોષણ મૂલ્યો અંગે અપાયું માર્ગદર્શન,સુરેન્દ્રનગર જિલ્લામાં બાળકો, કિશોરીઓ અને માતાઓમાં પોષણનું સ્તર સુધારવા તેમજ લોકોને પૌષ્ટિક આહાર પ્રત્યે જાગૃત કરવાના હેતુથી આજરોજ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો પર એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રભારી સચિવ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ટેક હોમ રાશન અને મિલેટ્સમાંથી બનેલી વાનગીઓનું ભવ્ય પ્રદર્શન અને લાઈવ નિદર્શન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું કુપોષણ મુક્ત સમાજના નિર્માણના મક્કમ સંકલ્પ સાથે યોજાયેલા આ પ્રદર્શનમાં સરકારી યોજના હેઠળ અપાતા THR જેવા કે બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણા શક્તિ તેમજ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બાજરી, જુવાર અને રાગી જેવા વિવિધ મિલેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આંગણવાડી કેન્દ્રો પર ફરજિયાતપણે આ ધાન્યમાંથી અલગ-અલગ પ્રકારની સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગીઓ લાઈવ રાંધીને પ્રદર્શિત કરવામાં આવી હતી આંગણવાડી કાર્યકરો અને મુખ્ય સેવિકાઓ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ, સગર્ભા- ધાત્રી બહેનો અને કિશોરીઓને આ વાનગીઓ બનાવવાની રીત તેમજ તેનાથી મળતા પોષણ મૂલ્યો વિશે વિગતવાર અને ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી આ ઉપરાંત, આ કાર્યક્રમમાં દૂધ સંજીવની યોજના અંગે પણ જાગૃતિ લાવવામાં આવી હતી અત્રે નોંધનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, ચોટીલા અને થાન તાલુકામાં આ યોજના કાર્યરત છે જેમાં ૬ માસથી ૬ વર્ષના બાળકોને સોમવારથી શુક્રવાર ૧૦૦ ML તથા સગર્ભા અને ધાત્રી માતાઓને બુધવાર અને શુક્રવારના રોજ ૨૦૦ ML દૂધનો લાભ આપવામાં આવે છે ગ્રામીણ સ્તરે પોષણ અંગે જનજાગૃતિ વધારવા આ કાર્યક્રમમાં જે-તે ગામના સરપંચઓ, પંચાયતના ચૂંટાયેલા સદસ્યઓ, વોર્ડ સદસ્યઓ તેમજ સુરસાગર ડેરીના નોડલ ઓફિસર અને આસિસ્ટન્ટ મેનેજર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.





