MEHSANAVIJAPUR

વિજાપુર ICDS અને સદભાવ ટ્રસ્ટની સંયુક્ત પહેલ, IRCTCના CSR ફંડથી યોજાયો સેવા કાર્યક્રમ યોજાયો

વિજાપુર ICDS અને સદભાવ ટ્રસ્ટની સંયુક્ત પહેલ, IRCTCના CSR ફંડથી યોજાયો સેવા કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત ICDS કુકરવાડા તથા વિજાપુર પ્રોજેક્ટ અને સદભાવ ટ્રસ્ટ, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે બાળ કુપોષણ નિવારણ માટે નોંધપાત્ર સેવા કાર્ય હાથ ધરાયું હતું. IRCTCના CSR ફંડના સહયોગથી આયોજિત કાર્યક્રમમાં 588 ઓછું વજન ધરાવતા (SAM, MAM, SUW અને MUW) બાળકોના વાલીઓને અંદાજે 7.5 કિલોની પૌષ્ટિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન બાળકોના સંતુલિત આહાર, પોષણ અને આરોગ્ય અંગે વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીડીપીઓ ગઝલ કે. દેસાઈ, મુખ્ય સેવિકા બહેનો, NNM-ICDSની ટીમ તેમજ સદભાવ ટ્રસ્ટના કર્મચારીઓએ ઉપસ્થિત રહી કામગીરીનું સંકલન કર્યું હતું.
સદભાવ ટ્રસ્ટના પ્રમુખ ગૌરાંગ પટેલ, તેજસ પટેલ, નિરુપમાબેન તથા ટીમના સભ્યોએ બાળ કુપોષણ દૂર કરવા માટે સમાજના સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા આંગણવાડી કાર્યકર બહેનોએ નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી.
સ્થાનિક આગેવાનો અને બાળકોના વાલીઓએ આ માનવતાભર્યા પ્રયાસને આવકારી આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. બાળ કુપોષણ સામે લડવા સરકાર અને સામાજિક સંસ્થાઓની આવી સંયુક્ત પહેલ અસરકારક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!