GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના નાસતા-ફરતા આરોપી ઝડપાયો 

 

WAKANER:વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના નાસતા-ફરતા આરોપી ઝડપાયો

 

ગુજરાત પોલીસ દ્વારા નાસતા-ફરતા અને પેરોલ જમ્પ થયેલા ગુનેગારોને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ટીમને મોટી સફળતા મળી છે. વાંકાનેર તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશન અને અન્ય ગંભીર ગુનાના કેસમાં લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીને મોરબી LCBની ટીમે બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ઝડપી પાડ્યો છે.

કચ્છ વિભાગના પોલીસ મહાનિરીક્ષક (IGP) તેમજ મોરબી જિલ્લા પોલીસ અધીક્ષક (SP) દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ આદેશો અન્વયે મોરબી LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી બી.ડી. ભટ્ટ, પો.સ.ઇ. શ્રી વી.જી. માલાણી તથા LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ કાર્યરત હતી.

આ દરમિયાન ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે ચોક્કસ અને ભરોસાપાત્ર હકીકત મળી હતી કે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર ૧૧૧૮૯૦૦૮૨૫૦૯૦૩/૨૦૨૫ (પ્રોહિબિશન કલમ ૬૫(ઈ), ૮૧, ૯૮(૨) તથા BNS કલમ-૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૨) તેમજ MV એક્ટ કલમ ૧૮૧(૧)) મુજબના ગુનાનો આરોપી વાંકાનેર બાઉન્ડ્રી નજીક હાજર છે.બાતમીવાળા સ્થળે તાત્કાલિક દરોડો પાડીને પોલીસે નાસતા-ફરતા આરોપીને કોર્ડન કરી દબોચી લીધો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.ઝડપાયેલ આરોપી: ભનુભાઈ ઉર્ફે ખોડુભાઈ બહાદુરભાઈ ગોવાળિયા કાઠી ઉંમર: ૩૩ વર્ષ ધંધો: ખેતી રહે. ખટડી, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર કામગીરી કરનાર ટીમ આ સફળ કામગીરીમાં મોરબી LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.પી. જાડેજા, પો.સબ.ઇન્સ. શ્રી બી.ડી.ભટ્ટ, પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સબ.ઇન્સ. શ્રી વી.જી.માલાણી તથા LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડના અન્ય પોલીસ કર્મચારીઓ સક્રિયપણે જોડાયેલા હતા.

Back to top button
error: Content is protected !!