જૂનાગઢ જિલ્લા કક્ષાની ‘સુબ્રટો કપ ફૂટબોલ સ્પર્ધા-૨૦૨૬’નો આરંભ : વિજેતા ટીમો રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે
જૂનાગઢ જિલ્લા કક્ષાની 'સુબ્રટો કપ ફૂટબોલ સ્પર્ધા-૨૦૨૬'નો આરંભ : વિજેતા ટીમો રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે

સુબ્રટો મુકરજી સ્પોર્ટ્સ એજ્યુકેશન સોસાયટી દર વર્ષે એરફોર્સ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડના નેજા હેઠળ પ્રતિષ્ઠિત સુબ્રટો કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરે છે. આ એક અનોખી ટુર્નામેન્ટ છે, જેમાં ભારતના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંસ્થાઓની ફક્ત ચેમ્પિયન સ્કૂલ ટીમો ભાગ લે છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના માધ્યમથી જૂનાગઢ જિલ્લામાં સુબ્રટો કપ ફૂટબોલ સ્પર્ધા – ૨૦૨૬નું આયોજન તા.૧૭/૦૭/૨૦૨૬ થી તા.૧૮/૦૭/૨૦૨૬ દરમિયાન સેન્ટ ઝેવિયર્સ સ્કુલ, ઉમટવાડા, વંથલી ખાતે કરવામાં આવ્યુ છે.જેમાં આજરોજ જૂનાગઢ શહેર અને જૂનાગઢ ગ્રામ્યમાંથી બહોળી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ફૂટબોલ સ્પર્ધામાં જૂનાગઢ શહેર અં.૧૫ ભાઈઓમાં એકલવ્ય ગ્લોબલ સ્કુલ, અં.૧૭ ભાઈઓમાં શ્રી એન.પી.ભાલોડીયા સ્કુલ, જૂનાગઢ અને અં.૧૭ બહેનોમાં ડો.સુભાષ એકેડેમીની ટીમ વિજેતા થઈ હતી. જેઓ રાજ્યકક્ષાએ જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.મનીષ કુમાર જીલડીયા, જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






