દલપુર-હિંમતનગર ખાતે બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ‘કિસાન દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો

દલપુર-હિંમતનગર ખાતે બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ‘કિસાન દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો
*
વિવિધ કૃષિ લક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાય પત્રોનું વિતરણ કરાયું
**
સાબરકાંઠા જિલ્લામાં બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ‘કિસાન સમૃદ્ધિ મહોત્સવ’ અંતર્ગત દલપુર-હિંમતનગર સ્થિત વિન્તાના હોટલ ખાતેએક્ઝિક્યુટિવ ડાયરેક્ટરશ્રી પ્રમોદકુમારની ઉપસ્થિતિમાં ‘કિસાન દિવસ’ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા બેન્ક ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરશ્રી પ્રમોદકુમારે પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવામાં દેશના અન્નદાતાઓનો ફાળો સર્વોપરી છે. ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ગ્રામીણ અર્થતંત્ર અને કૃષિ ક્ષેત્રનું સશક્તિકરણ અનિવાર્ય છે, જેમાં બેન્કિંગ ક્ષેત્ર એક મહત્વપૂર્ણ કડી તરીકે કાર્ય કરી રહ્યું છે. બેન્ક ઓફ ઇન્ડિયા ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ માટે કટિબદ્ધ છે અને ‘વિકસિત ભારત’ના લક્ષ્યને હાંસલ કરવા માટે દેશના ખૂણે-ખૂણે ટેકનોલોજી આધારિત કૃષિ ધિરાણ તેમજ આધુનિક બેન્કિંગ સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે બેન્ક હંમેશા ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને ગ્રામીણ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહી છે અને કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા માટે વિવિધ નાણાકીય સેવાઓ તેમજ સવલતો અવિરતપણે પૂરી પાડવામાં આવી રહી છે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત બેંકના અધિકારીશ્રીઓ દ્વારા બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી ખેડૂતલક્ષી યોજનાઓ વિશેની વિગતે માહિતી આપવામાં આવી હતી.
આ ઉજવણી કાર્યક્રમ દરમિયાન બેન્કની વિવિધ કલ્યાણકારી અને કૃષિ લક્ષી યોજનાઓ હેઠળ પસંદગી પામેલા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લોન મંજૂરી પત્રો તેમજ વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બેંક ના કાર્યપાલક નિદેશક શ્રી પ્રમોદકુમાર દ્વિબેદી , ગુજરાત ના ફીલ્ડ જનરલ મેનેજર શ્રી અજય કુમાર ત્રિપાઠી, ગાંધીનગર ઝોન ના ઝોનલ મેનેજર દીપ્તિ અગ્રવાલ મેડમ, ગુજરાત ના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી શ્રીજીત શંકર બહેરા, ગાંધીનગર ઝોન ના ડેપ્યુટી ઝોનલ મેનેજર શ્રી જુગલ કિશોર અને ગુજરાત ઓફિસ ના આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી ડૉ. ભંવરલાલ હર્ષ સાબરકાંઠા જિલ્લા ના બેન્કના , સ્થાનિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા





