શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મંદિર થરા ખાતે ૬ “અતિથિ ગૃહ”નું રૂબીન કાપી ખુલ્લા મુકાયા…
શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મંદિર થરા ખાતે ૬ "અતિથિ ગૃહ"નું રૂબીન કાપી ખુલ્લા મુકાયા...

શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મંદિર થરા ખાતે ૬ “અતિથિ ગૃહ”નું રૂબીન કાપી ખુલ્લા મુકાયા…
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરમાં સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરૂગાદી શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરે સમસ્ત ભરવાડ સમાજ ભારતભર માંથી હજારો પરિવાર વારે તહેવારે દર્શનાર્થે પધારી બ્રહ્મલીન મહંતશ્રી શિવપુરીબાપુની સમાધિસ્થાને શીશ નમાવે છે. આ જગ્યાએ દર્શનાર્થીઓ ને અગવડતાના પડે તેના માટે ગં. સ્વ.ભુરીબેન જગશીભાઈ નાગજીભાઈ ભરવાડ (ઝૂઝા) અમદાવાદ રામોલ પરિવાર દ્વારા ૬ અતિથિ ગ્રુહ રૂમ બનાવી આપેલ.આ “અતિથિ ગ્રુહ”નું પરમ પૂજ્ય ધર્મધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી ઘનશ્યામપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુની પાવન નિશ્રામાં સંતશ્રી કાર્તિકપુરીજી ગુરૂશ્રી શિવપૂરીજીબાપુ, સંતશ્રી ભરતપુરીબાપુ ગુરૂશ્રી ઘનશ્યામપુરીજીબાપુ ના વરદ હસ્તે રીબીન કાપી શાસ્ત્રી નરેશભાઈ જોષી (થરેચા)ના મુખારવિંદે શાસ્ત્રોકત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે અષાઢીબીજના પાવન દિવસે ૬ રૂમો ખુલ્લા મુકવામાં આવ્યા હતા.ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530




