
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૭ જુલાઈ : પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા વાતાવરણના નિર્માણના ઉદ્દેશ્ય સાથે એગ્રોસીલ ફાઉન્ડેશન, એગ્રોસીલ કંપની તથા ડૉ. દેવાનંદ (ગાયનેકોલોજિસ્ટ)ના સહયોગથી ભુજ માનસિક હોસ્પિટલ ખાતે ઇન્ડોર પ્લાન્ટેશન અને વૃક્ષારોપણ મહાઅભિયાન યોજાયું.કાર્યક્રમમાં ભુજ માનસિક હોસ્પિટલના અધિક્ષક ડૉ. મનોજ પરમાર, એગ્રોસીલ ફાઉન્ડેશન અને એગ્રોસીલ કંપનીના મેનેજર શ્રી સાગરભાઈ પિત્રોડા, સુપરવાઈઝર શ્રી દશરથભાઈ ભાનાણી તેમજ ભુજ માનસિક હોસ્પિટલના સમગ્ર સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ પ્રસંગે હોસ્પિટલના પરિસરમાં વિવિધ વૃક્ષોનું વાવેતર તેમજ હોસ્પિટલના આંતરિક પરિસરમાં ઇન્ડોર પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષો અને છોડનું જતન કરવાની સાથે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા સૌને અપીલ કરી હતી.એગ્રોસીલ ફાઉન્ડેશન, એગ્રોસીલ કંપનીના સહયોગ અને ભુજ માનસિક હોસ્પિટલના સમગ્ર સ્ટાફની સક્રિય ભાગીદારીથી આ અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થયું.






