GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વાવડી રોડ પર ગરબી ચોકમાં બેસવા જેવી નજીવી બાબતે યુવક પર છરીથી હુમલો

 

MORBI:મોરબી વાવડી રોડ પર ગરબી ચોકમાં બેસવા જેવી નજીવી બાબતે યુવક પર છરીથી હુમલો

 

 

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે નજીવી બાબતોમાં હિંસક હુમલા થવાના બનાવો સામે આવી રહ્યા છે. મોરબીના વાવડી રોડ પર આવેલી એક સોસાયટીના ગરબી ચોકમાં બેસવા જેવી તદ્દન સામાન્ય બાબતે એક યુવક પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબીના વાવડી રોડ પર આવેલી મીરા પાર્ક સોસાયટીમાં રહેતા અને જમીન દલાલીનો વ્યવસાય કરતા ૨૦ વર્ષીય યુવક ઋત્વિકભાઈ ધીરુભાઈ ગોસ્વામીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રાત્રિના સમયે સોસાયટીના ગરબી ચોકમાં બેસવા જેવી સામાન્ય બાબતને લઈને તે જ સોસાયટીમાં રહેતા આરોપી કુલદિપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા સાથે બોલાચાલી થઈ હતી.આ સામાન્ય બાબતે ઉશ્કેરાઈ જઈને આરોપી કુલદિપસિંહે ઋત્વિકભાઈ સાથે બિભત્સ ગાળાગાળી કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં, આરોપીએ તીક્ષ્ણ છરી વડે હુમલો કરતા ફરિયાદી યુવકના હાથની આંગળીમાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેને ચાર ટાંકા આવ્યા હતા. હુમલો કર્યા બાદ આરોપીએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવક ઋત્વિકભાઈ ગોસ્વામીએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી કુલદિપસિંહ ઝાલા વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!