GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ચકચારી સાયબર ક્રાઈમ કેસમાં આરોપીના શરતી જામીન મંજૂર 

 

MORBI:મોરબી ચકચારી સાયબર ક્રાઈમ કેસમાં આરોપીના શરતી જામીન મંજૂર

 

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ચકચારી સાયબર ક્રાઈમના ગુનામાં સંડોવાયેલા આરોપી ઇસ્માઇલભાઇ હુસૈનભાઇ કટીયાને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોટી રાહત આપતા શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ ગુના રજીસ્ટર નંબર ૨૩૭૯/૨૦૨૫ હેઠળ આરોપી ઇસ્માઇલભાઇ હુસૈનભાઇ કટીયા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૧૧(૨)(b), ૩૧૬(૫), ૩૧૮(૫), ૩૧૯(૪), ૫૯(૨), ૫૪ અને ૩૧૯(૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગંભીર સાયબર ગુનાના કેસમાં આરોપીની અટકાયત કરી તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

આ કેસમાં આરોપી વતી નીચલી અદાલત તેમજ કાયદાકીય પ્રક્રિયામાં મોરબીના જાણીતા વકીલ શ્રી શાહેનાઝબેન ડી. સુમરા રોકાયા હતા. ત્યારબાદ જામીન મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા.ગુજરાત હાઇકોર્ટમાં આરોપી વતી વકીલ શ્રી શાહેનાઝબેન ડી. સુમરા તથા હાઇકોર્ટના ધારાશાસ્ત્રી શ્રી પિયુષ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. બચાવ પક્ષના વકીલો દ્વારા રજૂ કરવામાં આવેલી ધારદાર કાનૂની દલીલો અને કેસના તથ્યોને ધ્યાને રાખીને નામદાર ગુજરાત હાઇકોર્ટે આરોપી ઇસ્માઇલભાઇ હુસૈનભાઇ કટીયાના શરતી જામીન મંજૂર કરવાનો હુકમ કર્યો છે.

Back to top button
error: Content is protected !!