GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વિદેશી દારૂના ગુનામાં ચાર્જશીટ પહેલા આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર

 

MORBI:મોરબી વિદેશી દારૂના ગુનામાં ચાર્જશીટ પહેલા આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર

 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના એક મોટા ગુનામાં જેલહવાલે રહેલા આરોપીના ચાર્જશીટ રજૂ થાય તે પહેલા જ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

બનાવની ટૂંકમાં વિગત એવી છે કે, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટ્રેશન નંબર ૬૧૩/૨૦૨૬, પ્રોહિબિશન એકટની કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧, ૯૮(૨) અને ૮૩ અન્વયે ગુનો નોંધાયો હતો. આ દરોડા દરમિયાન પોલીસે વિદેશી દારૂની કુલ ૯,૯૨૪ બોટલો, જેની કિંમત રૂ. ૫૦,૩૮,૮૦૦/- થાય છે, તે તેમજ વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૫૭,૪૩,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ગુનામાં આરોપી ભુપેન્દ્રભાઈ જયસુખભાઈ વાઘેલાની ધરપકડ કરીને તેને જેલહવાલે કરવામાં આવ્યો હતો.જેલવાસ દરમિયાન આરોપી ભુપેન્દ્રભાઈ વાઘેલા તરફથી જામીન મેળવવા માટે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ કેસમાં આરોપીના બચાવ પક્ષના વકીલ તરીકે મહિલા એડવોકેટ શહીનાજબેન ડી. સુમરા તથા વકીલ શ્રી પિયુષ ઉપાધ્યાય રોકાયા હતા.સુનાવણી દરમિયાન વકીલ શહીનાજબેન સુમરા અને પિયુષ ઉપાધ્યાય દ્વારા હાઇકોર્ટ સમક્ષ કાયદાકીય જોગવાઈઓ અને કેસની પરિસ્થિતિને ધ્યાને રાખીને ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. બચાવ પક્ષની આ મજબૂત અને કાયદાકીય દલીલોને ધ્યાનમાં રાખીને નામદાર ગુજરાત હાઇકોર્ટે કેસમાં હજુ ચાર્જશીટ રજૂ થાય તે પૂર્વે જ આરોપી ભુપેન્દ્રભાઈ જયસુખભાઈ વાઘેલાના શરતી જામીન મંજૂર કરતો હુકમ કર્યો છે.

Back to top button
error: Content is protected !!