સાંસદશ્રીના અધ્યક્ષસ્થાને કેન્દ્ર સરકારની વિકાસલક્ષી યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ

મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદશ્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને ‘દિશા’ સમિતિની બેઠક યોજાઈ
**
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…
સાંસદશ્રીના અધ્યક્ષસ્થાને કેન્દ્ર સરકારની વિકાસલક્ષી યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ
**
મહીસાગર, ૧૭ જુલાઈ: મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે દાહોદ સાંસદશ્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (દિશા – DISHA) ની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મહીસાગર જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસના કામો અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકની અધ્યક્ષતા કરતા સાંસદશ્રી જસવંતસિંહ ભાભોરે પ્રધાનમંત્રી આવાસ યોજના, મહાત્મા ગાંધી નરેગા, સ્વચ્છ ભારત મિશન, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, જલ જીવન મિશન, પીએમ કિસાન સન્માન નિધિ તેમજ આરોગ્ય, શિક્ષણ અને માર્ગ-મકાન વિભાગને લગતી વિવિધ કેન્દ્રીય યોજનાઓની કામગીરીની વિભાગવાર સમીક્ષા કરી હતી.
તેમણે ઉપસ્થિત તમામ અમલીકરણ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપતાં જણાવ્યું હતું કે સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના અને જરૂરિયાતમંદ માનવી સુધી અત્યંત પારદર્શક રીતે અને સમયસર પહોંચવો જોઈએ. જિલ્લામાં ચાલી રહેલા તમામ માળખાગત અને વિકાસલક્ષી કામો ગુણવત્તાયુક્ત રીતે અને નિયત સમયમર્યાદામાં પૂર્ણ
આ ઉપરાંત, સાંસદશ્રીએ તમામ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જાળવીને પ્રજાના પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવવા અને મહીસાગર જિલ્લાના વિકાસને વધુ વેગવંતો બનાવવા વહીવટી તંત્રને સૂચનો કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પંચાયતપ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર, ધારાસભ્યશ્રી કુબેરભાઈ ડિંડોર,માનસિંહ ચૌહાણ, નિમિષાબેન સુથાર,જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થ, નિવાસી અધિક કલેક્ટર શ્રી સી વી લટા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



