JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢમાં કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

ધારાસભ્યોની ઉપસ્થિતિમાં પ્રજાના પ્રશ્નોના સકારાત્મક ઉકેલ માટે કલેક્ટરે જરૂરી નિર્દેશો અને માર્ગદર્શન આપ્યું

ધારાસભ્યોની ઉપસ્થિતિમાં પ્રજાના પ્રશ્નોના સકારાત્મક ઉકેલ માટે કલેક્ટરે જરૂરી નિર્દેશો અને માર્ગદર્શન આપ્યું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠીયા, અરવિંદભાઈ લાડાણી અને ગોપાલભાઈ ઇટાલીયાની ઉપસ્થિતિમાં પ્રજાના પ્રશ્નોના સકારાત્મક નિવારણ માટે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
કલેક્ટરે જનપ્રતિનિધિઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોને ઉકેલવા માટે જરૂરી નિર્દેશો આપ્યા હતા. ખાસ કરીને પ્રજાના પ્રશ્નોનો સમયમર્યાદામાં સકારાત્મક ઉકેલ આવે તે માટે તેમણે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત, કલેક્ટરે તાલુકા કક્ષાએથી થતા હુકમોની અમલવારી સુનિશ્ચિત કરવા અને સંબંધિત અધિકારીઓને સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
બેઠકમાં ચર્ચાયેલા મુખ્ય મુદ્દાઓ:
બેઠકમાં જનપ્રતિનિધિઓએ નીચે મુજબના વિવિધ પ્રજાકીય પ્રશ્નો રજૂ કર્યા હતા:
પાણીના કુદરતી વહેણમાં અવરોધ
વીજ પુરવઠો અને પીવાનું પાણી
જાહેર પરિવહન અને નેશનલ હાઈવે
જાહેર માર્ગો પર દબાણ
સિંચાઈ, આંગણવાડી અને ગ્રામ પંચાયતોનું નિર્માણ
આ સંદર્ભે સંબંધિત અધિકારીઓએ પ્રશ્નોના નિવારણ માટે પ્રત્યુત્તર આપ્યા હતા અને તેના યોગ્ય ઉકેલ માટે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠૌર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, નિવાસી અધિક કલેક્ટર બી.એસ. બારડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ. જાડેજા સહિત જિલ્લા સંકલન સમિતિના સભ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!