
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : જીલ્લા કલેક્ટરની સરડોઇ-દાવલી રોડની મુલાકાત પછી તંત્રનુ પૂરજોશમાં રોડનું સમારકામ
*તંત્રએ રોડનું સમારકામ હાથધરાતા કલેક્ટર મિલિન્દ બાપાનાની જમીની કામગીરીની સરહાના કરી*
અરવલ્લી જીલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાને માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હસ્તકના સરડોઈ-દાવલી રોડની નબળી કામગીરી અંગે રજૂઆતો મળતા થોડા દિવસ પહેલાં સ્થળ મુલાકાત કરી રોડની ગુણવત્તાની તપાસ કરી હતી રોડની કામગરીમાં કોન્ટ્રાકટરે ગોબચારી કરી હોવાનું ધ્યાને આવતા જવાબદાર તંત્રના અધિકારીઓને નોટિસ આપી રોડનું સમારકામ કરવા તાકીદ કરતા સુષુપ્ત અવસ્થામાં રહેલ તંત્ર વાઇબ્રન્ટ બની તાબડતોડ રોડ પર પડેલ ખાડાઓ પુરવાની કામગીરી હાથધરી છે
મોડાસા તાલુકાના સરડોઇ-દાવલી રોડ ચાર ચાર વર્ષ અગાઉ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું કોન્ટ્રાક્ટરે રોડની કામગીરી માં હલકી ગુણવત્તાનુ મટેરીયલ વાપરતા ગણતરીના વર્ષોમાં રોડ પર ઠેર ઠેર ખાડા પડવાની સાથે રોડ પરથી કપચી ગાયબ થઇ જતા રોડનો ઉપયોગ કરનાર ગ્રામજનોએ તંત્રને રજુઆત કરતા આંખ આડે કાન કરતા લોકોએ રોડ પર ચક્કજામ કરી ઉગ્ર વિરોધ નોંધવ્યો હતો
સરડોઇ-દાવલી રોડની નબળી કામગીરી અંગેની જાણ જીલ્લા કલેકટર મિલિન્દ બાપાનાને થતા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના ઈજનેરો સાથે સ્થળ મુલાકાત કરી હતી રોડ પર અનેક સ્થળોએ ખાડા તેમજ પેચવર્કની ગુણવત્તા નબળી હોવાનું ધ્યાનમાં આવતા નાયબ કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી હતી. સાથે જ એક અઠવાડિયામાં રોડનું યોગ્ય રીતે પુનઃનિર્માણ કરવાની કડક સૂચના આપતા અધિકારીઓ અને કોન્ટ્રાકટરને સાપ સૂંઘી ગયો હતો અને યુદ્ધના ધોરણે
માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સરડોઈ-દાવલી રોડ પર નવા ડામર રોડનું કામ પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યું છે. રોડના સમારકામ અને નવીકરણની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે.
જિલ્લા કલેક્ટરની ત્વરિત કાર્યવાહી અને રોડની કામગીરી શરૂ થતાં પંથકના લોકો તેમજ રજૂઆતકર્તાઓએ તેમની કામગીરીની સરાહના વ્યક્ત કરી છે અને રોડની ગુણવત્તાયુક્ત કામગીરી પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી છે.




