
તા.૧૯.૦૭.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:રીલના ચક્કરમાં બાળકનો જીવ જોખમમાં, વાલીની ઘોર બેદરકારીનો વીડિયો વાયરલ સોશિયલ મીડિયા પર વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ચોંકાવનારા વીડિયોને લઈને. આજકાલ સોશિયલ મીડિયા પર ફેમસ થવા અને રીલ બનાવવા માટે લોકો કઈ હદ સુધી જઈ શકે છે, તેનો જીવતો જાગતો પુરાવો આ વીડિયો છે. એક સગીર બાળકના હાથમાં સ્કૂટરનું સ્ટિયરિંગ સોંપીને એક વાલીએ બાળકનો જીવ જોખમમાં મૂક્યો છે. આ ઘોર બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ સળગતો વીડિયો સુખસર તાલુકાનો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક માસૂમ, સગીર બાળક પૂરપાટ ઝડપે એક્ટિવા ચલાવી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે તેની પાછળ એક પુખ્ત વયનો શખ્સ જે તેનો વાલી હોવાનું મનાય છે આરામથી બેઠો છે.નિયમોના ધજાગરા: ચાલુ સ્કૂટર પર સગીર પાસે ડ્રાઇવિંગ કરાવીને ટ્રાફિક નિયમોના સરેઆમ લીરેલીરા ઉડાડવામાં આવ્યા છે. બાળક કે પાછળ બેઠેલા શખ્સ, બેમાંથી એકેયે હેલ્મેટ પહેરવાની તસ્દી લીધી નથી.રીલનો ક્રેઝ: માત્ર સોશિયલ મીડિયા પર સસ્તી પબ્લિસિટી મેળવવા અને રીલ બનાવવા માટે આ જોખમી મુસાફરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.જનતાનો આક્રોશ અને સવાલ આ વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, “શું વાલીઓ પોતાના બાળકોને આમ ભગવાન ભરોસે મૂકી દેશે?” સોશિયલ મીડિયા પર આ જવાબદાર વાલી સામે કડક કાયદાકીય પગલાં લેવાની માંગ ઉગ્ર બની છે.પોલીસ તંત્ર સામે સવાલ હવે જોવાનું એ રહે છે કે આ વાયરલ મોબાઈલ વીડિયોના આધારે પોલીસ તંત્ર ક્યારે જાગશે? ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર અને બાળકની જિંદગી સાથે રમત રમનાર આ બેજવાબદાર વાલી સામે ક્યારે કાયદાકીય તપાસ અને કડક કાર્યવાહી કરવામાં આવશે?





