હાંસોટ : પ્રાથમિક શાળા સાહોલ ખાતે વિદ્યાર્થીઓને ટ્રેક-શૂટ અને યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો



સમીર પટેલ, ભરૂચ
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને કે.એમ. ચોકસીના ચેરમેન કેસરીમલ શાહ તથા હેમલત્તાબેન ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત-કોસંબા તરફથી ટ્રેક-શૂટ અને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય નિલેશભાઈએ કેસરીમલ શાહને પ્રશસ્તિપત્ર આપી સન્માન કર્યુ હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સંસ્થાના આ સેવાકીય કાર્યથી વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે વધુ પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ સમગ્ર શાળા પરિવારે દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સર્વ દાનોમાં શ્રેષ્ઠ એવા વિદ્યાદાન સાથે જોડાઈ બાળકોના સર્વાંગી વિકાસમાં સહભાગી બનવું એ એક ઉમદા સેવા છે. તેમણે દાતાશ્રીઓને તેમના આ સમાજોપયોગી કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને એસ.એમ.સી. સભ્યો, સરપંચ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓએ દાતાશ્રીઓના આ સેવાભાવી કાર્યને બિરદાવ્યું હતું.દાતાશ્રી તરફથી પૌષ્ટિક નાસ્તો અને મીઠાઈ પણ વહેંચવામાં આવી હતી.




