BODELICHHOTA UDAIPURGUJARAT

બોડેલીમાં કાયમી રિક્ષા સ્ટેન્ડની માંગ ઓટોરિક્ષા ચાલકોએ નગરપાલિકા પ્રમુખને આપ્યું આવેદનપત્ર

છોટાઉદેપુરના બોડેલી નગરમાં ઓટોરિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આશરે ૧૦૦ જેટલા રિક્ષા ચાલકોએ આજે એકત્ર થઈને બોડેલી નગરપાલિકાના પ્રમુખ ઉમેશભાઈ રાઠવાને કાયમી રિક્ષા સ્ટેન્ડની માંગણી કરતું એક લેખિત આવેદનપત્ર સોંપ્યું હતું. રિક્ષા ચાલકોની મુખ્ય રજૂઆત હતી કે બોડેલી, અલીપુરા અને ઢોકલીયા જેવા વ્યસ્ત વિસ્તારોમાં કોઈ ચોક્કસ કે કાયમી ઓટોરિક્ષા સ્ટેન્ડ ન હોવાના કારણે તેમને રોજબરોજ ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે, તેમજ રિક્ષા ઊભી રાખવા બાબતે ફોર-વ્હીલર ચાલકો અને સ્થાનિક વેપારીઓ દ્વારા અવારનવાર થતી કનડગત અને હેરાનગતિથી તેઓ કંટાળી ગયા છે. આ રોજિંદી હાલાકીમાંથી મુક્તિ મેળવવા અને ન્યાય મેળવવાના હેતુથી તમામ ચાલકો નગરપાલિકા કચેરીએ દોડી ગયા હતા અને અલગ-અલગ જગ્યાઓ પર કાયમી ધોરણે પીકઅપ સ્ટેન્ડ ફાળવવાની માંગ કરી હતી, જેનો નગરપાલિકા પ્રમુખે સકારાત્મક સ્વીકાર કરીને આ બાબતે ઘટતી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!