ARAVALLIDHANSURAGUJARATMODASA

અરવલ્લી –  કલેક્ટર મિલિન્દ બાપનાએ વડગામ-આકૃંદ-જીતપુર માર્ગની કામગીરીનું કર્યું સ્થળ નિરીક્ષણ માર્ગની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા આપ્યા સૂચનો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી –  કલેક્ટર મિલિન્દ બાપનાએ વડગામ-આકૃંદ-જીતપુર માર્ગની કામગીરીનું કર્યું સ્થળ નિરીક્ષણ માર્ગની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા આપ્યા સૂચનો

લાંબા સમયથી બંધ રહેલા માર્ગની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા આપ્યા સૂચનો

અરવલ્લી જિલ્લાના વિકાસલક્ષી માર્ગ સુવિધાઓને વધુ સક્ષમ બનાવવા જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ આજે વડગામ-આકૃંદ-જીતપુર માર્ગની સ્થળ મુલાકાત લઈ માર્ગના વિસ્તરણ અને સુધારણા કાર્યની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તેમજ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને ગુણવત્તાસભર કામગીરી સાથે નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.વડગામ-આકૃંદ-જીતપુર માર્ગ લાંબા સમયથી બંધ હોવાથી સ્થાનિક ગ્રામજનોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હાલમાં આ માર્ગ પર રોડ વાઇડનિંગ અને માર્ગને વધુ સુવિધાસભર બનાવવા માટે કામગીરી ચાલી રહી છે. કલેક્ટરએ કામગીરીની ગુણવત્તા, પ્રગતિ અને સ્થળ પર ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી મેળવી કામમાં ઝડપ લાવવા ભાર મૂક્યો હતો.

માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા અંદાજે ૧૦.૫ કિલોમીટર લાંબા માર્ગની પહોળાઈ હાલના ૭ મીટરથી વધારી ૧૦ મીટર કરવામાં આવી રહી છે. જ્યારે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા અંદાજે ૫.૨ કિલોમીટર માર્ગની પહોળાઈ ૫.૫ મીટરથી વધારી ૧૦ મીટર કરવાની કામગીરી પ્રગતિમાં છે.ઉલ્લેખનીય છેકે માર્ગનું વિસ્તરણ પૂર્ણ થતાં વિસ્તારમાં વાહનવ્યવહાર વધુ સુરક્ષિત, સરળ અને ઝડપી બનશે તેમજ સ્થાનિક નાગરિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને અવરજવરમાં નોંધપાત્ર રાહત મળશે. સ્થળ નિરીક્ષણ દરમિયાન માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તથા સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!