DAHODGUJARATLIMKHEDA

પીપલોદના માતાના વડ મહિલાએ આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસે તપાસ શરૂ કરી

તા૨૦.૦૭.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:પીપલોદના માતાના વડ મહિલાએ આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસે તપાસ શરૂ કરી

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ માતાના વડ ગામમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. ગામની રહેવાસી શિલ્પાબેન રમેશભાઈ ડાયરા નામની મહિલાએ ગામમાં આવેલા આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.સ્થાનિક લોકોએ તાત્કાલિક પીપલોદ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મહિલાએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું. તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ બહાર આવશે. મૃતકના પરિવારજનો પર આ ઘટનાથી આભ તૂટી પડ્યું છે.

Back to top button
error: Content is protected !!