GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER વાંકાનેર વીજ સમસ્યા સામે સભ્યની સક્રિય રજૂઆત: ખેડૂતો અને ગ્રામજનોના હિતમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ

 

WAKANER વાંકાનેર વીજ સમસ્યા સામે સભ્યની સક્રિય રજૂઆત: ખેડૂતો અને ગ્રામજનોના હિતમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ

 

વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતના સભ્ય કડીવાર મહેબૂબભાઈ આહમદભાઈએ પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને પીપળીયા રાજ તથા આસપાસના ગામોમાં વારંવાર સર્જાતી વીજ લાઇન ફોલ્ટની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે.રજૂઆત માં જણાવાયું છે કે પીપળીયા રાજ સાથે જોડાયેલા જ્યાતીગોમ અને ખેતીવાડી વિસ્તારોમાં વીજ કનેક્શન ધરાવતા ખેડૂતોને છેલ્લા ઘણા મહિનાથી સતત વીજ ફોલ્ટનો સામનો કરવો પડી રહ્યો છે.

વારંવાર વીજ પુરવઠો ખોરવાતા સિંચાઈ કાર્યમાં વિક્ષેપ સર્જાય છે, જેના કારણે ઉભા પાકને નુકસાન ભોગવવાનો વારો આવે છે. સભ્યએ રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે વીજ લાઇનનું ટેકનિકલ સર્વે કરી જૂના અને જર્જરિત તાર બદલવા, જરૂરી મેન્ટેનન્સ હાથ ધરવા તેમજ ખામીયુક્ત સાધનો તાત્કાલિક બદલવામાં આવે તો સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે છે. વારંવાર વીજ પુરવઠો ખોરવાતાં માત્ર ખેડૂતો જ નહીં પરંતુ ગામના વેપાર-ધંધા, આરોગ્ય સેવાઓ અને સામાન્ય જનજીવન પર પણ પ્રતિકૂળ અસર પડી રહી હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ફોલ્ટની સમસ્યા વધુ ગંભીર બનતી હોવાથી તાત્કાલિક કાર્યવાહી જરૂરી હોવાનું જણાવાયું છે.

જિલ્લા પંચાયત સભ્ય કડીવાર મહેબૂબભાઈની આ રજૂઆત ગ્રામજનો અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપતી તથા જાહેર હિતને પ્રાથમિકતા આપતી પહેલ તરીકે જોવામાં આવી રહી છે. સ્થાનિક લોકોએ પણ વીજ વિભાગ દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

Back to top button
error: Content is protected !!