GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ફાયર બ્રિગેડ ટીમ દ્વારા: ડમ્પરની આગ પર મેળવ્યો કાબૂ, કેનાલમાં ડૂબેલા યુવકનો ૨૩ કલાકની જહેમત બાદ મૃતદેહ શોધાયો

 

MORBI:મોરબી ફાયર બ્રિગેડ ટીમ દ્વારા: ડમ્પરની આગ પર મેળવ્યો કાબૂ, કેનાલમાં ડૂબેલા યુવકનો ૨૩ કલાકની જહેમત બાદ મૃતદેહ શોધાયો

 

ગઈકાલે તારીખ ૧૯ જુલાઈ ૨૦૨૬ના રોજ મોરબી ફાયર બ્રિગેડની ટીમને આગ અને રેસ્કયૂ સંબંધિત બે અલગ-અલગ ઘટનાઓના કોલ મળ્યા હતા, જેમાં ફાયર ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી.

૧. ભરતનગર પાસે ડમ્પરમાં આગ લાગી: સદનસીબે જાનહાની ટળી બપોરે આશરે ૧૨:૪૫ વાગ્યાના સુમારે ભરતનગરની બાજુમાં, માળિયા હાઇવે નજીક એક ડમ્ફરમાં અચાનક આગ ભText ભગી ઊઠી હતી. ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટૂંક સમયમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. ફાયર ટીમોની સમયસૂચકતાના કારણે એક મોટી હોનારત ટળી હતી અને આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.

૨. લાલપર કેનાલમાં યુવકના ડૂબી જવાની દુઃખદ ઘટના: ૨૩ કલાક બાદ મૃતદેહ મળ્યો સાંજે ૦૮:૦૦ વાગ્યે મોરબી ફાયર કંટ્રોલરૂમને એક રેસ્કયૂ કોલ મળ્યો હતો. લાલપર કેનાલ નજીક એક બિનવારસી બાઇક મળી આવી હતી અને શંકા સેવાઈ રહી હતી કે કોઈ વ્યક્તિ કેનાલમાં કૂદી ગઈ છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મોરબી ફાયર ટીમે ગઈકાલે રાત્રિથી જ કેનાલમાં શોધખોળ (સર્ચ ઓપરેશન) શરૂ કરી દીધું હતું. સતત ૨૩ કલાકની ભારે જહેમત અને શોધખોળ બાદ ફાયર ટીમને યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. દિલીપભાઈ છગનભાઇ સોલંકી ,ઉંમર: અંદાજિત ૨૮ વર્ષ સામા કાંઠે, ઉમિયા નગર, મોરબી-૨ મૃતદેહ મળી આવ્યા બાદ ફાયર બ્રિગેડ દ્વારા સ્થાનિક પોલીસ તેમજ મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું કે ડૂબી જવા પાછળ શું કારણ હતું તે અંગેનું સાચું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે આ મામલે આગળની કાનૂની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!