GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના ખરેડા ગામની સીમમાં કૂતરાનો આતંક: વાડીમાં રમતા શ્રમિક પરિવારના ચાર વર્ષના માસુમે જીવ ગુમાવ્યો

 

MORBI મોરબીના ખરેડા ગામની સીમમાં કૂતરાનો આતંક: વાડીમાં રમતા શ્રમિક પરિવારના ચાર વર્ષના માસુમે જીવ ગુમાવ્યો

 

મોરબી જિલ્લાના ખરેડા ગામની સીમમાંથી એક હૃદયદ્રાવક અને ગમગીન ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં રમી રહેલા શ્રમિક પરિવારના ચાર વર્ષના બાળક પર હિંસક બનેલા શ્વાને અચાનક હુમલો કરી દેતાં બાળકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી વિગતો અનુસાર, મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની અને હાલ ખરેડા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરી કરી જીવન નિર્વાહ કરતા અરવિંદભાઈ રાઠવાનો ચાર વર્ષનો પુત્ર અવિનાશ ઘર/વાડી નજીક રમી રહ્યો હતો. તે દરમિયાન એક કૂતરાએ અચાનક આવીને માસુમ અવિનાશ પર હિંસક હુમલો કરી દીધો હતો અને તેને શરીરે ગંભીર બચકાં ભર્યા હતા.

બાળકના પિતા નજીકમાં જ હાજર હોવાથી તેઓ તુરંત જ દીકરાને બચાવવા દોડી ગયા હતા અને કૂતરાના મોઢામાંથી છોડાવવા માટે મરણિયા પ્રયાસો કર્યા હતા. પરંતુ શ્વાનનો હુમલો એટલો ઘાતક અને ગંભીર હતો કે ચાર વર્ષના અવિનાશને ગંભીર ઈજાઓ પહોંચતાં તેણે પિતાની નજર સામે જ દમ તોડી દીધો હતો.ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. માસુમ બાળકના મૃતદેહને પંચનામા બાદ પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોતાના કાળજાના ટુકડા જેવા માસુમ પુત્રને આંખના પલકારામાં ગુમાવી દેતાં શ્રમિક પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

Back to top button
error: Content is protected !!