
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગ દર્શન હેઠળ ગાંધીયુગના પ્રખર સાહિત્યકાર, ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ અને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત એવા સાહિત્ય જગતના શિરમોર વિવેચક કવિ શ્રી ઉમાશંકર જોશીની જન્મ જયંતી નિમિત્તે વ્યાખ્યાનનું સફળ આયોજન કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. જે બાદ કોલેજના આચાર્યએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જે બાદ વિધાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઉમાશંકર જોશીના વિવિધ કાવ્યો રજૂ કરવામાં આવ્યા.
આ કાર્યક્રમ મુખ્ય વક્તા તરીકે ડૉ.ધર્મેશભાઈ વણકર, સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડા દ્વારા સાહિત્ય જગતના શિરમોર વિવેચક કવિ શ્રી ઉમાશંકર જોશી વિશે વિસ્તૃત વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. જે બાદ કાર્યક્રમના અંતે આભારવિધિ ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.જે.પી.વૈષ્ણવે કરી હતી.
આ કાર્યક્રમ કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.જે.પી.વૈષ્ણવ, સપ્તધરના કો-ઓર્ડીનેટર વી.એ.ભરવાડ, આઈ.ક્યુ.એ.સી કો-ઓર્ડીનેટર ડૉ.એમ.પી.શાહ તેમજ કોલેજના પ્રાધ્યાપકો દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ જોડાયા હતા.


