MORBIMORBI CITY / TALUKOWANKANER

MORBI:મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે ‘GeM’ પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર

 

MORBI:મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે ‘GeM’ પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર

 

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે ૧૨ થી ૫૦ ટન ક્ષમતા ધરાવતા વે-બ્રિજની કામગીરી માટે ઓનલાઈન હરાજી હાથ ધરાશે

તોલમાપ વિભાગનું લાયસન્સ ધરાવતી એજન્સીઓ આગામી ૨૮ જુલાઈ સુધીમાં ‘GeM’ પોર્ટલ પર ઈ-ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈ શકશે

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (GSCSC) મોરબી દ્વારા જિલ્લામાં સરકારી કામગીરીની પારદર્શિતા અને ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી એક અગત્યની જાહેર નિવિદા પ્રસિદ્ધ કરવામાં આવી છે. નિગમના ધારાધોરણ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે મોરબી અને વાંકનેર તાલુકા કક્ષાએ આવેલા ગોડાઉન ખાતે ઉપલબ્ધ ૧૨ થી ૫૦ ટનની ન્યૂનતમ વજન ક્ષમતા ધરાવતા વે-બ્રિજના કેલિબ્રેશન (રીપેરિંગ અને માપન) માટે GeM (ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ) પોર્ટલ મારફતે રીવર્સ ઈ-ઓક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ જાહેર નિવિદા અન્વયે તોલમાપ વિભાગનું માન્ય રીપેરીંગ લાયસન્સ કે સર્ટીફીકેટ ધરાવતી ઈચ્છુક એજન્સીઓ અને સપ્લાયર્સો GeM પોર્ટલ મારફતે ઓનલાઈન ભાગ લઈ શકશે. આ ઈ-ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા માટેની છેલ્લી તારીખ ૨૮ જુલાઈ, ૨૦૨૬ નિયત કરવામાં આવી છે. કેલિબ્રેશનની આ તમામ કામગીરી જે તે તાલુકા કક્ષાના સરકારી ગોડાઉન ખાતે કરવાની રહેશે. ટેન્ડર ફોર્મ ડાઉનલોડ કરવા તેમજ નિયમો અને શરતો અંગેની વધુ વિગતો મેળવવા માટે સત્તાવાર વેબસાઈટ https://gem.gov.in નો સંપર્ક સાધવા નાયબ જિલ્લા મેનેજરશ્રી (ગ્રેડ-૨), ગુ.રા.ના.પુ.નિ.લી. મોરબીની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!