BANASKANTHAGUJARATPALANPUR

જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા કવિશ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો

22 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા


બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત જી. ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ,પાલનપુર ની કોલેજમાં ગુજરાતી વિભાગ દ્વારાતા. શૂન્ય-બક્ષી વર્તુળ અંતર્ગત ગુજરાતી સાહિત્યના અમર અને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર મહાન કવિ,વાર્તાકાર,નાટકકાર અને વિવેચક શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે એક વિશિષ્ટ અને ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નું આયોજન ડૉ.સોહનભાઈ દવેના માર્ગદર્શક હેઠળ યોજવામાં આવ્યું.આ પ્રસંગે ઉપસ્થિત ડૉ.ઋષિકેશભાઇ રાવલે વિદ્યાર્થીઓને કવિશ્રીના જીવન, સાહિત્યિક પ્રદાન અને ભારતીય સાહિત્યમાં તેમના અમૂલ્ય પ્રદાનને યાદ કરી ઉમાશંકર જોષી વિશે ખૂબજ રસપ્રદમાહિતી પ્રદાન કરી. તેમજ વિદ્યાર્થીઓએ શ્રી ઉમાશંકર જોશી વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા તથા કવિતાઓ નું પઠન કર્યું હતું .
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી
આ કાર્યક્રમનું સંચાલન ડૉ. કલ્પનાબેન ગાંવિત એ કર્યું હતું. અને ડૉ.પ્રતીક્ષાબેન પરમારે આભાર વિધિ કરી આ કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!