NATIONAL

ભારત-અમેરિકા ટ્રેડ ડીલનો ખેડૂતોએ કર્યો વિરોધ, મોદી-ટ્રમ્પના પૂતળાં સળગાવ્યાં

હરિયાણાના રોહતકમાં ખેડૂતો ભારત-અમેરિકા વચ્ચે થનાર વેપાર કરાર સામે રસ્તા પર ઉતર્યા છે. અમેરિકા-ભારત વચ્ચે થનારી ટ્રેડ ડીલના વિરોધમાં સંયુક્ત કિસાન મોરચાના સભ્યોએ પ્રદર્શન કરી ભાજપ કાર્યાલય પર પહોચી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પૂતળા સળગાવ્યા હતા. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો કોઈ વેપાર કરાર થશે તો ભવિષ્યમાં તેનો પણ હિસાબ કરવામાં આવશે.

સંયુક્ત કિસાન મોરચાના સભ્યોએ રાજીવ ગાંધી સ્ટેડિયમની બહાર પ્રદર્શન શરૂ કર્યુ હતું અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા ભાજપ કાર્યાલય તરફ આગળ વધ્યા. પોલીસે ભાજપ કાર્યાલયને બેરિકેડ કરી દીધો, ત્યારબાદ તેમણે તહસીલદારને આવેદનપત્ર સુપરત કર્યું અને સરકારનું પુતળા સળગાવ્યા. ખેડૂત નેતા ઈન્દ્રજીતસિંહે કહ્યું કે અમેરિકા ભારતીય ખેતીને બરબાદ કરી દેશે. ભારત સરકારે આ બંધ કરવું જોઈએ.

અખિલ ભારતીય કિસાન સભાના રાષ્ટ્રીય નેતા ઈન્દ્રજીત સિંહે કહ્યું કે આજે ખેતીપાક અને તેની નસ્લને બચાવવાની લડાઈ છે. ખેડૂતોએ 2020-21 માં પણ સરકાર સામે લડત આપી હતી. હવે પાક પર ફરી ખતરો મંડરાઇ રહ્યો છે. ભાજપ સરકાર પાક અને ખેતી અમેરિકાને સોંપવા માંગે છે, જે સહન કરવામાં આવશે નહીં.

ઈન્દ્રજીત સિંહે કહ્યું કે જંતર મંતર પર યુવાનો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ભાજપ સરકાર બાળકોનું શિક્ષણ અને પરીક્ષાનો અધિકાર કોર્પોરેટને સોંપવા માંગે છે, જેના વિરોધમાં અમે ભાજપ કાર્યાલય પર વિરોધ કરી રહ્યા છીએ. પોલીસને લાગે છે કે તેઓ બેરિકેડ ઉભા કરીને અમને રોકી લેશે, પરંતુ જ્યારે અમિત શાહે બેરિકેડ હટાવ્યા, તો આમને ઓકાત શું છે?

ઈન્દ્રજીત સિંહે કહ્યું કે ભાજપ સરકાર પોતાની કરતુતોથી ડરેલી છે. ખેડૂતો અને મજૂરોના દીકરા-દીકરીઓથી ડરેલી સરકાર ક્યાં સુધી શાસન કરશે? તેમને શાસન કરવાનો કોઈ અધિકાર નથી. જો ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવે છે, તો તેનો હિસાબ લેવામાં આવશે.

Back to top button
error: Content is protected !!