BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ખાતે કવિ ઉમાશંકર જોશીની જન્મ જયંતિ પ્રસંગે વિવિધ સ્પર્ધાઓ નું આયોજન

23 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આદર્શ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ખાતે કવિ ઉમાશંકર જોશીની જન્મ જયંતિ પ્રસંગે વિવિધ સ્પર્ધાઓ નું આયોજન. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે ગુજરાતી સાહિત્યના શિખર પુરુષ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા અને મહાન ચિંતન કવિ ઉમાશંકર જોશીના વિચાર વૈભવ અને સાહિત્યિક પ્રદાનથી વિદ્યાર્થીઓ માહિતીગાર થાય તે હેતુથી એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કવિ શ્રીના જીવન અને કવિતાઓ આધારિત વક્તૃત્વ, નિબંધ, ચિત્ર અને ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ બહોળા પ્રમાણમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ જાહેર કરવામાં આવ્યા હતા.આદર્શ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ મેડમ શ્રી ડૉ. અલકાબેન મેવાડાના માર્ગદર્શન હેઠળ ગુજરાતી વિભાગના પ્રો. રાજભાઈ ચૌધરી અને પ્રો. મિતલબેન કડિયા દ્વારા સમગ્ર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર સ્ટાફના સહિયારા પ્રયત્નોથી પ્રોગ્રામ ખુબજ સફળ રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!