GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લા કક્ષા કલા મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત અમલીકરણ સમિતીની બેઠક યોજાઈ

જૂનાગઢ જિલ્લા કક્ષા કલા મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત અમલીકરણ સમિતીની બેઠક યોજાઈ

જૂનાગઢમાં આગામી જિલ્લા કક્ષા કલાના મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત અમલીકરણ સમિતીની બેઠક જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં જૂનાગઢ જિલ્લાના બાળકો, વયસ્કો અને વયોવૃદ્ધ નાગરિકોને કલાક્ષેત્રમાં વધુમાં વધુ આગળ કેવી રીતે આવી શકે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ આ સ્પર્ધામાં ઝોન/તાલુકા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓ માટે મહાનગરપાલિકાના ઝોન કક્ષાના તથા તાલુકા કક્ષાના કન્વીનરોની સંપર્ક નંબર સાથેની યાદી જાહેર કરવામાં આવી છે. તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓને પણ આ સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.ઝોન/તાલુકાકક્ષાથી શરૂ થતી ૧૪ કૃત્તિઓમાં જોઈએ તો વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્ર કલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્નગીત, સમુહગીત, લોકગીત/ભજન, તબલાં, હારર્મોનિયમ (હળવું) માટે જૂનાગઢ મહાનગરપાલિકાના ઝોન નં. ૧ વસંતભાઈ મધુડીયા શ્રી સુભાષ આર્ય કન્યા વિધાલય, ખામધ્રોળ ફાટક જૂનાગઢ ૯૪૨૭૧ ૮૪૯૭૦, ઝોન, ૨ દર્શનભાઈ વાઘેલા શ્રી બી.એ.પી.એસ. વિદ્યાલય અક્ષર મંદિર જૂનાગઢ ૯૫૫૮૮ ૧૬૯૬૬, ઝોન – ૩ ગોવિંદભાઇ છૈયા શ્રી મીનરાજ શૈક્ષણીક સંકુલ ભવનાથ જૂનાગઢ ૯૮૨૫૬ ૭૩૦૨૬, ઝોન – ૪ ઈરફાનભાઈ ગરાણા સી.આર.સી. કુમાર શાળા નં.૭ જૂનાગઢ ૯૮૯૮૮ ૩૭૩૭૫, ઝોન – ૫ રસીકભાઈ કનેરીયા શ્રીમતી આર. જે. કનેરીયા ગર્લ્સ હાઈસ્કુલ મોતીબાગ જૂનાગઢ ૯૪૨૭૩ ૮૦૬૫૩, ઝોન – ૬ વિશાલભાઈ દવે એકલવ્ય પબ્લિક સ્કુલ ઝાંઝરડા રોડ જૂનાગઢ ૯૯૭૯૩ ૮૪૯૧૦, ૮૭૮૦૩ ૫૫૩૯૨, ઝોન – ૭ ભાવેશ દેવધરીયા શ્રી બહાઉદ્દીન સાયન્સ કોલેજ જૂનાગઢ ૯૫૮૬૧ ૦૦૧૦૧, ઝોન – ૮ હેમંતભાઈ ચાવડા કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ જૂનાગઢ ૯૯૨૪૪ ૩૪૨૨૨ આ તમામ સાથે સંપર્ક કરવાનો રહેશે. જ્યારે તાલુકા કક્ષા માટે જૂનાગઢ તાલુકામાં અલ્તાફ સીડા પી.એમ. શ્રી નવાગામ પ્રા.શાળા ૮૭૮૦૪ ૪૨૪૬૨, ભેંસાણ તાલુકા પ્રિતેશભાઈ કોઠીયા માધવ વિદ્યાલય ભેસાણ ૯૪૨૮૯ ૫૩૯૮૨, વિસાવદર તાલુકામાં ભરતભાઈ ભેટારીયા શ્રી ગ્રામ પંચાયત માધ્યમિક શાળા મોટાકોટડા ૯૮૨૫૭ ૨૮૨૩૯, મેંદરડા તાલુકામાં જી.આર.પાચાણી શ્રી સરસ્વતી હાઈકુલ મેંદરડા ૯૮૭૯૯ ૭૦૫૪૫, માળીયા તાલુકામાં ભરતભાઈ પરમાર શ્રી વીર ભગતસિંહ ઉચ્ચતર માધ્યમિક શાળા ગડુ ૯૮૭૯૮ ૫૫૫૬૫, માણાવદર તાલુકામાં એચ.એ.વિરોજા શ્રીમતી એમ.પી.સાપરીયા હાઈસ્કુકલ સરદારગઢ ૯૯૭૯૬ ૭૫૬૫૫, કેશોદ તાલુકામાં ર્ડા. હમીરસીંહ વાળા આદર્શ નિવાસી શાળા (અ.જા કુમાર) કેશોદ ૬૩૫૫૧ ૨૮૯૦૯, ૯૬૬૨૫ ૬૭૭૬૭ , વંથલી તાલુકામાં શીતલબેન સચાણી શ્રી મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટ વાડલા ફાટક વંથલી ૮૨૦૦૮ ૦૬૫૨૭, માંગરોળ તાલુકામાં શૈલેષભાઈ પરમાર સુનિધી સદ્દભાવ કન્યા વિનય મંદિર માંગરોળ ૯૮૨૪૧ ૪૮૪૮૦ નો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત ઝોન/તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે ઇચ્છુોક ઉમેદાવરોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ સાથે રાખી આગામી તા. ૦૫/૦૮/૨૦૨૬ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં ઝોન/તાલુકા કન્વીનરને મળી જાય તે રીતે મોકલવાના રહેશે. કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ તાલુકા કક્ષા/ઝોન કક્ષાની સ્પર્ધાઓનું આયોજન આગામી તા.૧૦/૦૮/૨૦૨૬ થી તા.૨૫/૦૮/૨૦૨૫ સુધીમાં કરવામાં આવશે અને સ્પર્ધાની તારીખ માટે ઝોન/તાલુકા કન્વીનરનો સંપર્ક કરવાનો રહેશે. તેમજ સીધી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઇ, સર્જનાત્મક કારીગરી, સ્કુલબેન્ડ, ઓરગન, કથ્થક, શાસ્ત્રીય કંઠય સંગીત હિન્દુસ્તાની, સીધી પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં સિતાર, ગિટાર, વાંસળી, વાયોલીન, કુચીપુડી, ઓડીસી, મોહિનીઅટ્ટમ જેવી કેટેગરી રહેશે. જયારે સીધી રાજય કક્ષાની સ્પર્ધામાં પખાવજ, મૃદંગમ, રાવણ હથ્થો, જોડિયા પાવા, સરોદ, સારંગી, ભવાઈ આ સ્પ્ર્ધાઓમાં ભાગ લેવા માટે ઇચ્છુ ક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ સાથે રાખીને આગામી તા.૦૫/૦૮/૨૦૨૬ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, બ્લોક નં.૧, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ, પીન કોડ નં. ૩૬૨૦૦૧ આ સરનામાં ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફત મોકલવાની રહેશે. જ્યારે ઉપરોક્ત તમામ સ્પર્ધા અંગેના નિયમો, ઝોન/તાલુકા કન્વીનનરની યાદી, નિયત નમુનાના ફોર્મની માહિતી Dydo Junagadh આ ફેસબૂક પેજ આઈ.ડી પરથી જોઈ શકાશે. તેમ શ્રીમતી એન.ડી.વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!