SAGBARA

ભારે વરસાદમાં ડાયવર્ઝન ધોવાતા બાબદા–વાડવા વચ્ચે અવરજવર બંધ, ગ્રામજનો પરેશાન

સ્લગ : બાબદા–વાડવા બ્રિજ અધૂરો

 

ભારે વરસાદમાં ડાયવર્ઝન ધોવાતા બાબદા–વાડવા વચ્ચે અવરજવર બંધ, ગ્રામજનો પરેશાન

વાત્સલ્યમ સમાચાર

પ્રતિનિધી : જેસિંગ વસાવા

 

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના બાબદા અને વાડવા ગામ વચ્ચે નિર્માણાધીન બ્રિજનું કામ હજુ સુધી પૂર્ણ થયું નથી. ભારે વરસાદને કારણે નદીમાં પાણીનું સ્તર વધતાં બ્રિજ માટે બનાવવામાં આવેલ વૈકલ્પિક ડાયવર્ઝન રસ્તો ધોવાઈ ગયો છે. પરિણામે બાબદા અને વાડવા ગામ વચ્ચેની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ જતાં સ્થાનિક ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 

સ્થાનિક ગ્રામજનો સાથે થયેલી ટેલિફોનીક વાતચીતમાં જાણવા મળ્યું હતું કે વરસાદી મોસમ શરૂ થાય તે પહેલાં બ્રિજનું કામ પૂર્ણ થવું જરૂરી હતું. જોકે, કામગીરી ધીમી ગતિએ ચાલતા કામ અધૂરું રહી ગયું છે. હવે ડાયવર્ઝન રસ્તો ધોવાઈ જતાં લોકોને મોસ્કુટ ગામ થઈને અથવા અન્ય લાંબા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે, જેના કારણે મુસાફરીનો સમય અને ખર્ચ બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે.

 

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ માર્ગ અનેક ગામોના લોકો માટે મહત્વનો સંપર્ક માર્ગ છે. અવરજવર બંધ થતાં વિદ્યાર્થીઓ, દર્દીઓ, ખેડૂતો તેમજ રોજિંદા કામકાજ માટે જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

 

ગ્રામજનોએ સંબંધિત વિભાગને બ્રિજનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા તેમજ વરસાદી મોસમ દરમિયાન લોકોની સુરક્ષિત અવરજવર માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!