GUJARATIDARSABARKANTHA

ખેડબ્રહ્મામાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા ‘અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ’ અંતર્ગત તાલીમ યોજાઈ

ખેડબ્રહ્મામાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા ‘અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ’ અંતર્ગત તાલીમ યોજાઈ
**
નાયબ બાગાયત નિયામકની કચેરી, સાબરકાંઠા દ્વારા ખેડબ્રહ્મા શહેર ખાતે “અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ” અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાંથી ૬૦ જેટલા તાલીમાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં બાગાયત અધિકારી એસ.કે.ચૌધરી (કેનિંગ)
દ્વારા બાગાયત ખાતાની ‘પ્રાકૃતિક ખેતી અને સહાયલક્ષી યોજનાઓ’ વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. ત્યારબાદ બાગાયત અધિકારી વી.જે.ચૌધરી દ્વારા અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ તથા કિચન ગાર્ડનનું મહત્વ અને તેના ફાયદા, ઘર આંગણે કિચન ગાર્ડનમાં ઉગાડી શકાય તેવા વિવિધ પાકો તેમજ તેમાં ઉપયોગી વિવિધ મીડિયા અને સાધનો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તદ્ઉપરાંત બાગાયત મદદનીશ એન.આર.પટેલ દ્વારા ફળ અને શાકભાજીની વિવિધ મૂલ્યવર્ધન બનાવટો વિશે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.

તાલીમના અંતે તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર તેમજ કિચન ગાર્ડનની કીટમાં પ્લાસ્ટિક કુંડા અને બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!