GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીમાં 194 મી.મી. ડાંગમાં 284 મી.મી. વરસાદ,જિલ્લાની લોકમાતાઓ ભયજનક સપાટી વટાવી !તંત્ર હાઈ એલર્ડ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ચારેય મુખ્ય નદીઓ ભયજનક સપાટી વટાવી, કેલિયા ડેમ ઓવરફ્લો, અનેક માર્ગો બંધ, તંત્ર હાઈ એલર્ટ પર

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ : ડાંગમાં 284 મી.મી. અને નવસારીમાં 194 મી.મી. સરેરાશ વરસાદ, ચારેય મુખ્ય નદીઓ ભયજનક સપાટી વટાવી, કેલિયા ડેમ ઓવરફ્લો, અનેક માર્ગો બંધ, તંત્ર હાઈ એલર્ટ પર

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા અનરાધાર વરસાદે નવસારી અને ડાંગ જિલ્લાને ધમરોળી નાખ્યા છે. ઉપરવાસમાં સતત ધોધમાર વરસાદને કારણે જિલ્લાની તમામ મુખ્ય નદીઓ બે કાંઠે વહેવા લાગી છે, ડેમોમાં પાણીની જંગી આવક નોંધાઈ રહી છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે અનેક મુખ્ય અને આંતરિક માર્ગો પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે, અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને બચાવ કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્ર, NDRF, SDRF, ફાયર બ્રિગેડ તથા પોલીસની ટીમો સતત મેદાનમાં કાર્યરત છે.

જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરાયેલા તા. 23 જુલાઈ, 2026ના સવારે 6 વાગ્યા સુધીના સત્તાવાર વરસાદના આંકડા મુજબ ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 284 મી.મી. જ્યારે નવસારી જિલ્લામાં 194 મી.મી. વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સૌથી વધુ 451 મી.મી., સુબીરમાં 431 મી.મી., આહવામાં 354 મી.મી. અને સાપુતારામાં 138 મી.મી. વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લામાં ચીખલી તાલુકામાં 451 મી.મી., ખેરગામમાં 431 મી.મી., વાંસદામાં 354 મી.મી., ગણદેવીમાં 322 મી.મી., નવસારીમાં 197 મી.મી., બીલીમોરા વિસ્તારમાં 191 મી.મી., સાપુતારામાં 138 મી.મી., વાંસદામાં 114 મી.મી., ખેરગામમાં 90 મી.મી., નવસારી શહેરમાં 73 મી.મી. અને જલાલપોરમાં 70 મી.મી. વરસાદ નોંધાયો હતો.

સતત વરસાદને કારણે જિલ્લાની ચારેય મુખ્ય નદીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે. અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ સામે જળસ્તર 42.83 ફૂટ, પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ સામે 29 ફૂટ, પૂણી નદીની ભયજનક સપાટી 24 ફૂટ સામે 35 ફૂટ અને કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ સામે 33 ફૂટ નોંધાઈ છે. નદીઓમાં પાણી સતત વધી રહ્યું હોવાથી નદી કિનારાના ગામોમાં એલર્ટ જાહેર કરી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જિલ્લાના ડેમોમાં પણ પાણીની જંગી આવક નોંધાઈ રહી છે. જામજમ ડેમની સપાટી 169.40 મીટર જ્યારે કેલિયા ડેમની સપાટી 114.65 મીટર સુધી પહોંચતા કેલિયા ડેમ ઓવરફ્લો થયો છે. સિંચાઈ વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં ન જવા અનુરોધ કર્યો છે.

ભારે વરસાદને કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. ગણદેવી તાલુકાના તોરણગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા રેસ્ક્યુ ટીમ દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વાંસદા તાલુકાના ખાનપુર-ગવળી ફળિયા માર્ગ ધોવાઈ જતા અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. ગણદેવી તાલુકાના અજરાઈ માર્ગ પર પાણી ફરી વળતાં જિલ્લા વહીવટી તંત્રએ વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂક્યો છે. ડાંગ જિલ્લામાં 13 જેટલા કોઝવે પાણીમાં ગરકાવ થતાં 20થી વધુ ગામોનો સંપર્ક પ્રભાવિત બન્યો છે. અનેક આંતરિક માર્ગો અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારે વરસાદની પરિસ્થિતિને પગલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવસારી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટર, પોલીસ, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ, મહાનગરપાલિકા, તાલુકા વહીવટી તંત્ર, NDRF, SDRF અને ફાયર બ્રિગેડની ટીમો સતત મેદાનમાં રહી બચાવ અને રાહત કામગીરી કરી રહી છે. નવસારી મહાનગરપાલિકાના મેયર અને કમિશનર પણ પૂરગ્રસ્ત વિસ્તારોની સતત મુલાકાત લઈ લોકોને સ્થળાંતર માટે અપીલ કરી રહ્યા છે.

ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ઉપરવાસમાં વધુ વરસાદ પડવાની સંભાવનાને પગલે નદીઓના જળસ્તરમાં વધુ વધારો થવાની શક્યતા છે. જિલ્લા વહીવટી તંત્રએ લોકોને નદી-નાળાઓથી દૂર રહેવા, પૂરગ્રસ્ત માર્ગો પરથી પસાર ન થવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

ભારે વરસાદે દક્ષિણ ગુજરાતમાં જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. એક તરફ નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે તો બીજી તરફ અનેક માર્ગો બંધ થતાં સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તમામ બચાવ તથા રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!