ગુરુ નાનક લંગર પ્રસાદ સેવા પાલનપુર ગુરુદ્વારાના સેવાભાવી ભાઈઓ-બહેનો દ્વારા જરીવાત મંદ લોકોને ભોજન પિરસવા મા આવ્યો

24 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ
ગુરુ નાનક લંગર પ્રસાદ સેવા પાલનપુર ગુરુદ્વારાના સેવાભાવી ભાઈઓ-બહેનો દ્વારા જરીવાત મંદ લોકોને ભોજન પિરસવા મા આવ્યો.
પાલનપુરમાં આવેલ ગુરુદ્વારામાં સેવા કરતા બહેનો અને ભાઈઓ દ્વારા ગુરુ નાનક લંગર ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. પાલનપુર
કીર્તિસ્તંભ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પૌષ્ટિક ભોજન પ્રસાદ પ્રેમથી પીરસવામાં આવ્યો.આ સેવાનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ લોકો સુધી પ્રેમ, કરુણા અને માનવતાનો સંદેશ પહોંચાડવાનો અને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાનો છેભોજન પ્રસાદ મળતાં બાળકો, મહિલાઓ અને વડીલોના ચહેરા પર ખુશી અને સંતોષની લાગણી જોવા મળી.સેવામાં સહભાગી ઠાકોરદાસ ખત્રી, નંદુભાઈ, ગૌરવભાઈ ક્રિષ્નાવિધાણી. મહેશ ચંદુલાલ ઠક્કર .અભય રાણા તેમજ ગુરુદ્વારાના સમસ્ત સેવાભાવી સભ્યોએ ઉત્સાહપૂર્વક સેવા આપી.
સેવા કરો, સત્કાર કરો – ગુરુ નાનકનો આ જ સંદેશ ગુરુ નાનક દેવ જીની કૃપા સૌ પર બની રહે





