GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં રાત્રિ દરમિયાન મેઘરાજાની જોરદાર બેટિંગ: રસ્તાઓ પાણી-પાણી, વાતાવરણમાં પ્રસરી ઠંડક

 

MORBI:મોરબી જિલ્લામાં રાત્રિ દરમિયાન મેઘરાજાની જોરદાર બેટિંગ: રસ્તાઓ પાણી-પાણી, વાતાવરણમાં પ્રસરી ઠંડક

 

મોરબી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ પાંચેય તાલુકામાં ૨ ઇંચથી વધુ વરસાદ પડતાં વાતાવરણમાં મોટો ગરમાવો દૂર થઈ ઠંડક પ્રસરી ગઈ છે. મોડી રાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ભારે આનંદ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

૨૪ કલાકના વરસાદના આંકડા (સવારે ૬:૦૦ વાગ્યા સુધી)

જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરવામાં આવેલા તા. ૨૩ જુલાઈથી તા. ૨૪ જુલાઈના સવારે ૬:૦૦ વાગ્યા સુધીના આંકડા નીચે મુજબ છે:માળીયા (મી): ૬૨ મીમી (૨.૪૮ ઇંચ) — સૌથી વધુ – વાંકાનેર: ૬૧ મીમી (૨.૪૪ ઇંચ) – મોરબી: ૬૦ મીમી (૨.૪૦ ઇંચ) – હળવદ: ૫૭ મીમી (૨.૨૮ ઇંચ) – ટંકારા: ૫૧ મીમી (૨.૦૪ ઇંચ)

શહેરમાં જળબંબાકાર, ખેતરોમાં હરખની હેલી – મોડી રાત્રે ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદથી મોરબી શહેરના અનેક માર્ગો પરથી પાણી વહેતા થઈ ગયા હતા. લાંબા વિરામ કે આતુરતા બાદ પડેલા આ સારા વરસાદને કારણે પાકને નવું જીવનદાન મળશે તેવી આશા સાથે ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અહેવાલો મુજબ, હાલ પણ જિલ્લાના અનેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ધીમી ધારે મેઘમહેર ચાલુ જ છે.

Back to top button
error: Content is protected !!