GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
HALVAD:સાવચેતીના પગલારૂપે હળવદ તાલુકાના દીઘડિયા ગામે લોકોની અવરજવર માટે રસ્તો બંધ કરાયો

HALVAD:સાવચેતીના પગલારૂપે હળવદ તાલુકાના દીઘડિયા ગામે લોકોની અવરજવર માટે રસ્તો બંધ કરાયો
મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે સ્થાનિક નાગરિકોની સલામતી અને સુરક્ષાને પ્રાધાન્ય આપતા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હળવદ તાલુકાના દીઘડિયા ગામે કોઝ વે પર પાણીના ભારે પ્રવાહને ધ્યાને રાખીને, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અર્થે લોકો તેમજ વાહનવ્યવહારની અવરજવર માટે રસ્તો સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.
સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ગ્રામજનો તથા વાહનચાલકોને સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, બંધ કરવામાં આવેલા માર્ગ પર જવાનું સાહસ ન કરવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરી સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.









