GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના નગર દરવાજા પાસે દુકાનમાં વરસાદ વચ્ચે શોર્ટ સર્કિટ: સ્થાનિકોની ત્વરિત તકેદારીથી મોટી હોનારત ટળી

 

MORBI:મોરબીના નગર દરવાજા પાસે દુકાનમાં વરસાદ વચ્ચે શોર્ટ સર્કિટ: સ્થાનિકોની ત્વરિત તકેદારીથી મોટી હોનારત ટળી

 

મોરબી શહેરના હૃદયસમા ગણાતા નગર દરવાજા વિસ્તારમાં આજે વરસાદી માહોલ વચ્ચે એક દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ થવાની ઘટના સામે આવી છે. વરસાદના કારણે થયેલા શોર્ટ સર્કિટને પગલે કૂતુહલ અને ભયના માર્યા થોડા સમય માટે દોડધામ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટના અંગે મળતી માહિતી મુજબ, નગર દરવાજા પાસે આવેલી દુકાનમાં વરસાદી પાણી કે ભેજના કારણે અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. તણખા અને ધુમાડા નીકળતા જ આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી.: આ ઘટનામાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ કે મોટી સંપત્તિના નુકસાનની માહિતી સામે આવી નથી.ઘટના બનતાની સાથે જ સ્થાનિક લોકો અને આજુબાજુના વેપારીઓએ ભારે સમયસૂચકતા દાખવી હતી. લોકોએ તાત્કાલિક એકઠા થઈને જરૂરી બચાવ કામગીરી અને તકેદારીના પગલાં ભરી સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. સ્થાનિકોની સમયસરની સજાગતાને કારણે એક મોટી હોનારત ટળી ગઈ હતી.

Back to top button
error: Content is protected !!