આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તારીખ 25 જુલાઈ શનિવારના રોજ રજા જાહેર

આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તારીખ 25 જુલાઈ શનિવારના રોજ રજા જાહેર
તાહિર મેમણ – આણંદ – 24/07/2026 – હવામાન વિભાગની રેડ એલર્ટની સ્થિતિમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જિલ્લા મેજિસ્ટ્રેટનો મહત્વનો નિર્ણય
આણંદ જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને આઈ.ટી.આઈ. તા.25 જુલાઈના રોજ બંધ રહેશે ભારતીય હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત સહિત આણંદ જિલ્લામાં તારીખ ૨૩/૦૭/૨૦૨૬ થી ૨૫/૦૭/૨૦૨૬ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી (રેડ એલર્ટ) આપવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને અને સંભવિત અનિચ્છનીય બનાવો રોકવા માટે આણંદના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પ્રવીણ ચૌધરી (IAS) દ્વારા સમગ્ર જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ આદેશ અનુસાર, તારીખ ૨૫/૦૭/૨૦૨૬ના શનિવારનારોજ આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલી આંગણવાડીઓ, સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ આઈ.ટી.આઈ. અને તમામ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનું ફરમાન કરવામાં આવ્યું છે.
આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ ના આ હુકમ મુજબ જિલ્લાના તમામ હદ વિસ્તારમાં આવતી શૈક્ષણિક સંસ્થાઓએ આ આદેશનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ જાહેરનામાનો જે કોઈ વ્યક્તિ અથવા સંસ્થા ભંગ અથવા ઉલ્લંઘન કરશે, તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.





