GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે પ્રભારી સચિવશ્રી ડૉ. રતનકંવર ગઢવી ચારણની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિડિયો કોન્ફરન્સ યોજાઈ: તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઈ

*સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે પ્રભારી સચિવશ્રી ડૉ. રતનકંવર ગઢવી ચારણની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિડિયો કોન્ફરન્સ યોજાઈ: તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઈ*
***

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લાના પ્રભારી સચિવશ્રી તથા ગાંધીનગરના કમિશનર ઓફ હેલ્થ (રૂરલ) અને મિશન ડાયરેક્ટર (નેશનલ હેલ્થ મિશન) ડૉ. રતનકંવર ગઢવી ચારણની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લા તંત્રની સજ્જતા અને પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવા માટે વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.

બેઠક દરમિયાન પ્રભારી સચિવશ્રીએ જિલ્લામાં હાલની વરસાદની સ્થિતિ, સરેરાશ વરસાદના આંકડા તેમજ અત્યાર સુધી થયેલા માનવ અને પશુ મૃત્યુ અંગેની વિગતવાર માહિતી મેળવીને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. ચોમાસાની પરિસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગની ભૂમિકા અત્યંત મહત્વની હોવાથી, તેમણે જિલ્લાના રસ્તાઓની હાલની સ્થિતિ અને વિભાગની પૂર્વતૈયારીઓનો કયાસ મેળવ્યો હતો.

રસ્તા પર ઝાડ કે વીજળીના થાંભલા પડી જવાના કિસ્સામાં વાહનવ્યવહાર અને વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે તાત્કાલિક ધોરણે કામગીરી કરવા અને નાગરિકોને પ્રાથમિક જરૂરિયાતો વિલંબ વિના મળી રહે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, જિલ્લામાં શુદ્ધ પીવાના પાણીનો પુરવઠો સુચારુ રૂપે જળવાઈ રહે તે બાબતે ખાસ ધ્યાન દોરવામાં આવ્યું હતું.

સ્થાનિક પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને પ્રભારી સચિવશ્રીએ શાળા-કોલેજોની સલામતી અંગે જરૂરી સમીક્ષા કરી હતી. આરોગ્ય ક્ષેત્રે ખાસ કરીને ચાંદીપુરા વાયરસના કેસો અંગે આગોતરી આયોજનબદ્ધ વ્યવસ્થા કરવા અને તેનો સ્પષ્ટ ચિતાર મેળવવા પર ભાર મૂક્યો હતો.

આ સાથે જ ચોમાસા દરમિયાન ફેલાતા મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો સામે યોગ્ય નિયંત્રણ અને સારવારની સુવિધાઓ સુનિશ્ચિત કરવા અંગે ડૉ. રતનકંવર ગઢવી ચારણે વિસ્તૃત ચર્ચા કરી સંબંધિત અધિકારીઓને સતર્ક રહી કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું.

આ વિડીયો કોન્ફરન્સમાં કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ પી પટેલ, અધિક નિવાસી કલેકટર શ્રી ક્રિષ્ના વાઘેલા સહિત વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!