તંત્રની ઝડપી કાર્યવાહી: કાલોલ-મલાવ રોડ પર આંટા ગામ પાસે પાસે પડેલા વૃક્ષો હટાવી રસ્તો ખુલ્લો કરાયો.

તારીખ ૨૫/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ચોમાસાની ઋતુમાં પવન અને છેલ્લા ત્રણેક દિવસથી વરસાદના કારણે કાલોલમાં પણ મલાવ થી કાલોલ રોડ પર આવેલા આંટા ગામ પાસે રસ્તા પર વૃક્ષો પડી જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. ત્યારે ઘટનાની જાણ થતાં જ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું જેમાં વહીવટી તંત્રની સતર્કતા અને વનીકરણ વિભાગ તથા માર્ગ-મકાન વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ટીમે સમયસર પડી ગયેલા વૃક્ષોને કાપીને રસ્તો ખુલ્લો કર્યો હતો. જ્યાં આના કારણે જિલ્લાના મુખ્ય વાહનવ્યવહારના માર્ગો પર સલામતી સાથે વાહનવ્યવહાર ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે રસ્તો સાફ કર્યા બાદ ટ્રાફિક નિયમિત કરવામાં આવ્યો અને મુસાફરોને કોઈ અગવડ ન પડે તેની તકેદારી રાખવામાં આવી છે અને વહીવટી તંત્ર દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખીને આવી આકસ્મિક પરિસ્થિતિઓ માટે વિશેષ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. રસ્તા પર ક્યાંય પણ વૃક્ષ પડવા કે પાણી ભરાવાની ફરિયાદ મળે તો તાત્કાલિક નિકાલ કરવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે સ્થાનિકોએ તંત્રની ઝડપી કામગીરીને આવકારી છે અને જણાવ્યું કે સમયસર વૃક્ષો હટાવાતા મોટો અકસ્માત ટળ્યો છે.







